ગુજરાતની ધરતી પરથી અમિત શાહે રાહુલ ગાંધી પર સાધ્યુ નિશાન, કહ્યુ 2029માં પણ મોદી જ વડાપ્રધાન, તો IMA ના કાર્યક્રમમાં શાહે ડૉક્ટરોને કરી આ ખાસ ટકોર
અમદાવાદમાં IMAના રાષ્ટ્રીય અધિવેશન અને વિકાસ કાર્યોના લોકાર્પણ દરમિયાન ગૃહપ્રધાન અમિત શાહે આરોગ્ય ક્ષેત્ર, જનરિક દવા, આયુષ્યમાન ભારત યોજના અને વિપક્ષ પર કડક નિવેદનો આપ્યા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે આજે તેમણે અમદાવાદમાં કરોડોના વિકાસકામોનું લોકાર્પણ કર્યુ છે. અમદાવાદ શહેરના વિકાસ,આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલા શહેરના પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ વિસ્તારો માટે અતિ મહત્વપૂર્ણ એવા વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઇન પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યુ.
આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં ગોતા, ચાંદલોડિયા, સાયન્સ સિટી વિસ્તાર, સાઉથ બોપલ, ભાડજ, હેબતપુર, થલતેજ, બોપલ-ઘુમા, બોડકદેવ, વેજલપુર, સરખેજ, મક્તમપુરા, મહમદપુરા, ફતેહવાડી, શાંતિપુરા અને સનાથલ સહિતના વિસ્તારોમાં લાંબા સમયથી ઉભી થતી ડ્રેનેજ ઓવરફ્લો અને ગંદા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ મળશે. આ પ્રોજેક્ટના પરિણામે અંદાજે 18 થી 20 લાખ નાગરિકોને આધુનિક અને સુરક્ષિત ડ્રેનેજ સુવિધાનો લાભ મળશે.
આ ઉપરાંત અમદાવાદ શહેરના ટ્રાફિક અને શહેરી સૌંદર્યીકરણ માટે મહત્વપૂર્ણ એવા ઇસ્કોનથી પકવાન ચાર રસ્તા સુધીના 4 કરોડના ખર્ચે ત્યાર થયેલા પાયલોટ સ્ટ્રેચ વિકાસ કાર્યનું લોકાર્પણ કરવામાં આવ્યુ. પાયલોટ સ્ટ્રેચ અંતર્ગત ફૂટપાથ, સાયકલ ટ્રેક, સ્ટ્રીટ ફર્નિચર, લૅન્ડસ્કેપિંગ, લાઈટિંગ, સાઈનેજ તેમજ પેડેસ્ટ્રીઅન-ફ્રેન્ડલી ડિઝાઇન સાથે માર્ગને આધુનિક સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ માર્ગ વિકાસ પ્રોજેક્ટને ભવિષ્યમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ અમલમાં મૂકવા માટે મોડેલ તરીકે અપનાવવામાં આવશે.
આ ઉપરાંત અમદાવાદના વણઝરના રહીશોને સનદ આપવાની કાર્યવાહી કરવામાં આવી. આ સનદ વિતરણથી રહીશોને માલિકી હકનો અધિકાર મળશે,જે સામાજિક ન્યાય અને માનવીય દૃષ્ટિકોણનું મહત્વપૂર્ણ ઉદાહરણ બનશે.
આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં યોજાયેલા IMAના રાષ્ટ્રીય અધિવેશનમાં ઉપસ્થિત રહ્યા હતા આ તકે તેણે તબીબઆલમને ટકોર કરી કે આયુષ્યમાન ભારત અને જેનરિક દવાના સ્ટોર મુદ્દે બોલીને તેનુ મહત્વ ન ઘટાડશો. તેમણે સ્પષ્ટ કહ્યું કે તબીબો સાથે કોઈ સ્પર્ધા નથી, પરંતુ સમગ્ર સિસ્ટમનું પાલન અનિવાર્ય છે. “દેશમાં વિવિધ સમાજજીવન અને વિવિધ પ્રકારના દર્દીઓ છે, તેથી વ્યવસ્થા મજબૂત રાખવી જરૂરી છે,” તેમ શાહે જણાવ્યું.
અમિત શાહે કહ્યું કે છેલ્લા 11 વર્ષમાં આરોગ્ય બજેટમાં નોંધપાત્ર વધારો થયો છે અને આરોગ્ય સેવાઓ વધુ સુદ્રઢ બની છે. આજનો યુગ મેડિકલ પ્રિવેન્શનનો છે અને ડૉક્ટર દરેક દર્દી માટે આશાનું કિરણ છે. દરેક દર્દીને ડૉક્ટરમાં ઈશ્વરનું રૂપ દેખાય છે, તેમ તેમણે ઉમેર્યું. તેમણે કેટલાક લોકો દ્વારા વ્યવસ્થાને નીચું બતાવવાના પ્રયાસો સામે એકજૂટ રહેવાની અપીલ પણ કરી.
આ પ્રસંગે અમિત શાહે વિપક્ષ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે “રાહુલ બાબા, તમે હારથી થાકો નહીં, બંગાળ અને તમિલનાડુમાં પણ હારવાનું નક્કી રાખજો.” તેમણે જણાવ્યું કે 2029માં ફરી મોદીજીના નેતૃત્વમાં ભાજપ સરકાર બનાવશે. “અમે રામ મંદિર બનાવીએ તો વિરોધ કરો, પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરીએ તો પણ વિરોધ કરો, જનતાને જે ગમે તેનો વિરોધ કરશો તો મત ક્યાંથી મળશે?”
અમિત શાહના હસ્તે ₹326 કરોડના ખર્ચે અમૃત-2 યોજના અંતર્ગત તૈયાર વેસ્ટર્ન ટ્રંક લાઇનનું લોકાર્પણ કરવામાં આવ્યું. વૈષ્ણોદેવીથી આંબલી, શાંતિપુરા થઈ સાબરમતી સુધી 27 કિમી વિસ્તાર આવરી લેતી આ લાઇન માઇક્રો ટનલિંગ પદ્ધતિથી પૂર્ણ થઈ છે. પ્રોજેક્ટ પૂર્ણ થતાં અંદાજે 18થી 20 લાખ લોકોને પાણી ભરાવા અને ડ્રેનેજની સમસ્યામાંથી રાહત મળશે.
Input Credit- Ronak Varma, Sachin Patil- Ahmedabad
શું તમે જાણો છો બ્રહ્મ મુહૂર્તમા જાગવાના ફાયદાઓ?, વાંચવા માટે અહીં ક્લિક કરો
IMA અધિવેશનમાં અમિત શાહની તબીબોને ટકોર, ન ઘટાડશો જેનરિક દવાનું મહત્વ
તમિલનાડુ પોલીસ સુરતના વેપારીઓને કરી રહી પરેશાન, એકાઉન્ટ કર્યા ફ્રિઝ
ગેરકાયદેસર પશુ હેરાફેરી રોકાઈ: અડાલજ ખાતે 16 પશુઓનો બચાવ
હવે કાશ્મીર નહીં, સુરતમાં જ જોવા મળશે ‘વેલી ઓફ ફ્લાવર્સ
