જૂનાગઢના સાસણ ગીરમાં સિંહણના માતૃપ્રેમના સુંદર દ્રશ્યો સામે આવ્યાં. સિંહણ સાથે 3 સિંહબાળ રમતાં નજરે પડ્યાં. ખૂંખાર સિંહણના વાત્સલ્યનો સૌમ્ય નજારો કેમેરામાં કેદ થયો. પ્રવાસીઓએ સિંહણ અને સિંહબાળની દુર્લભ ક્ષણોને કેમેરામાં કંડારી. જૂનાગઢ જિલ્લાના સાસણ ગીરમાં સિંહણના માતૃપ્રેમના મનમોહક દ્રશ્યો સામે આવ્યા છે. કુદરતના ખોળે માતા સિંહણ પોતાના બચ્ચાઓ સાથે સમય વિતાવતી હોય તેવો દુર્લભ નજારો પ્રવાસીઓની નજરે પડ્યો છે, જે હવે સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. આ સુંદર દ્રશ્યોમાં સિંહણ સાથે તેના ત્રણ નાનકડા સિંહબાળ રમતા અને મસ્તી કરતા જોવા મળે છે. સામાન્ય રીતે ખૂંખાર ગણાતી સિંહણનું આ સૌમ્ય અને સંવેદનશીલ સ્વરૂપ જોઈને પ્રવાસીઓ પણ અચંબિત થઈ ગયા હતા. માતા સિંહણ પોતાના બચ્ચાઓની સુરક્ષા અને સંભાળ રાખતી નજરે પડી હતી. પ્રવાસીઓએ આ યાદગાર અને દુર્લભ ક્ષણોને પોતાના કેમેરામાં કેદ કરી લીધી છે. વન્યજીવનમાં માતૃત્વના આ ભાવસભર દ્રશ્યો કુદરતની અનોખી રચનાને ઉજાગર કરે છે અને સાસણ ગીરની વૈવિધ્યસભર જીવસૃષ્ટિનો અનોખો પરિચય આપે છે.