નાતાલની રજાઓમાં જૂનાગઢ જિલ્લામાં સાસણ ગીર ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા.એશિયાટિક સિંહનું ઘર ગણાતી સાસણ ગીરમાં સિંહની ગર્જના અને પ્રવાસીઓના ચલહપલથી ગાજી રહી છે.પ્રવાસીઓ જંગલ સફારી અને સિંહ દર્શનની મજા માણી રહ્યા છે.ગીરનો અદભૂત પ્રાકૃતિક વૈભવ પ્રવાસીઓના મન મોહી રહ્યો છે.ગુજરાત અને દેશભરમાંથી પ્રવાસીઓ સિંહ દર્શનનો લ્હાવો લેવા માટે સાસણ ગીરમાં ઉમટી રહ્યા છે.31 ડિસેમ્બર સુધી પ્રવાસીઓની ભારે ભીડ રહેવાનું અનુમાન.