વલસાડમાં ગૌહત્યા મુદ્દે સરીગામના મુસ્લિમ સમાજનો ઐતિહાસિક નિર્ણય, ગૌહત્યામાં મુસ્લિમોની સંડોવણી જણાશે તો સમાજ કરશે કાર્યવાહી..સરીગામ ગ્રામ પંચાયત દ્વારા આયોજીત સર્વસમાજની બેઠકમાં લેવામાં આવ્યો નિર્ણય. ગુનામાં સામેલ લોકોને સમાજ બહાર કરી સરીગામમાં રહેવાનો અધિકાર પણ ન આપવાનો લેવાયો નિર્ણય, મુસ્લિમ સમાજના આગેવાનોએ બેઠકમાં જણાવ્યું કે ગૌહત્યા જેવા કૃત્યોથી આખા સમાજની છબી ખરાબ થાય છે, જે હવે નહીં સાંખી લેવાય.