Surat : મિલકત માટે માતાને નર્કનો અનુભવ કરાવતા કળયુગી સંતાન ! સુરતમાં વૃદ્ધ માતાની કરુણ કહાની, જુઓ Video
સુરત શહેરમાંથી એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં કળયુગી પુત્ર અને પુત્રીએ મિલકતના લાલચમાં પોતાની જ વૃદ્ધ માતાનું જીવન નર્ક સમાન બનાવી દીધું છે. જેમને જન્મ આપી, લાડકોડથી ઉછેર કર્યા, તે જ સંતાનો દ્વારા મળતા સતત માનસિક અને શારીરિક ત્રાસથી અંતે માતા પોતાનું ઘર છોડવા માટે મજબૂર બની.

આ વૃદ્ધા સુરતના ગ્રીનવેલી રેસિડેન્સીમાં પોતાની દીકરી સાથે રહેતા હતા. પતિના અવસાન બાદ માતાની તમામ મિલકત અને દાગીના પુત્ર-પુત્રીએ તેમની મંજૂરી વગર વેચી નાખ્યાનો ગંભીર આક્ષેપ વૃદ્ધાએ કર્યો છે. જૂનું મકાન વેચી નવું મકાન ખરીદવામાં આવ્યું, જેમાં માતાનું નામ માત્ર ઔપચારિકતા પૂરતું રાખવામાં આવ્યું હોવાનું પણ તેઓ કહે છે. એટલું જ નહીં, માતાની તમામ મિલકત સંતાનોના નામે સરખા ભાગે લખાવી દેવામાં આવી હોવાનો દાવો પણ કર્યો છે.
વૃદ્ધાએ બતાવી આપવીતી
વૃદ્ધા મુજબ, સંતાનો દ્વારા રોજિંદા અપશબ્દો, ધમકીઓ અને અપમાન સહન કરવું પડતું હતું. માતા ઘર છોડીને ચાલ્યા જાય એ હેતુથી પુત્રી દ્વારા માનસિક ત્રાસની હદ વટાવી દેવામાં આવી હતી. વૃદ્ધાએ અહીં સુધીનો આક્ષેપ કર્યો છે કે તેમને મારવા સુધીનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. જેના કારણે તેઓ સંપૂર્ણપણે ભાંગી પડ્યા.
અંતે કંટાળીને વૃદ્ધાએ વુમન ઈમ્પ્રુવમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટનો સંપર્ક કર્યો. ટ્રસ્ટની મદદથી તેમને લોક સેવા સદભાવના વૃદ્ધાશ્રમમાં સુરક્ષિત રીતે લઈ જવામાં આવ્યા. વૃદ્ધ માતાની આપવીતી સાંભળીને સૌ કોઈ સ્તબ્ધ છે અને સમાજમાં વધી રહેલા આવા કિસ્સાઓ પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.