રાજકોટ બાદ હવે સુરત અને લંડનમાં પણ બનશે ખોડલધામ મંદિર સંકુલ. આ નિર્ણયની ખોડલધામ ટ્રસ્ટ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી. સાથે જણાવ્યું કે, અમદાવાદમાં પણ ખોડલધામ બનાવવાનું આયોજન છે.. ખોડલધામની કોર કમિટીની મીટિંગમાં આ નિર્ણય લેવાયો. તે અંતર્ગત ટૂંક સમયમાં સુરત અને લંડનમાં નિર્માણ કાર્ય ચાલુ થશે.