Gujarati Video : અમદાવાદના વાતાવરણમાં પલટો, શહેરના પૂર્વીય વિસ્તારોમાં વરસ્યો વરસાદ

Gujarati Video : અમદાવાદના વાતાવરણમાં પલટો, શહેરના પૂર્વીય વિસ્તારોમાં વરસ્યો વરસાદ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 11, 2023 | 2:37 PM

આજે વહેલી સવારથી અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં કાળા ડીંબાગ વાદળો સાથે વરસાદ પડ્યો હતો. જેમાં ઇસનપુર, મણિનગર, વટવા, નારોલ, સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપરજોય વાવાઝોડુ(Cyclone Biparjoy) તોફાની બન્યું છે. જે હવે સીવિયર સાયક્લોનિક સ્ટ્રોમ બન્યું છે. જેમાં વાવાઝોડાએ ફરી પોતાની દિશા બદલી છે. તેવામાં આજે વહેલી સવારથી અમદાવાદના કેટલા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં કાળા ડીંબાગ વાદળો રહ્યાં હતા, જેની સાથે વરસાદ પડ્યો છે. જેમાં ઇસનપુર, મણિનગર, વટવા, નારોલ, સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો : Ahmedabad: પાલડી શાકમાર્કેટમાં મળશે 5 રૂપિયામાં કાપડની થેલી, થેલી મેળવવા ઓટોમેટિક મશીન મુકાયુ

તો બીજી તરફ બિપરજોય વાવાઝોડાની અસર ગીર સોમનાથના ઉના શહેરમાં જોવા મળી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આગાહી વચ્ચે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. આજે વહેલી સવારથી જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગીર સોમનાથના નજીકના દરિયામાં ઉંચા મોજા આવી રહ્યા છે. જેના પગલે વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">