અમદાવાદ: સોનાની લૂંટ કેસમાં મોટો ઘટસ્ફોટ, ફરિયાદી જ નીકળ્યો આરોપી, જુઓ

કાગડાપીઠ પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે. માણેકચોકથી જમાલપુર સોનું લઈ જવાનું હતુ. આ દરમિયાન લૂંટ થયાની ખોટી ફરિયાદ નોંધાવી હતી. આરોપી ધર્મ ઠક્કરને આર્થીક સંકડામણ હોવાને લઈ લૂંટનો પ્લાન ઘડી કાઢ્યો હતો. તેણે બે મિત્રો સાથે મળીને ખોટી લૂંટનો પ્લાન બનાવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2024 | 2:39 PM

અમદાવાદના ગીતામંદિર પાસે એક કિલો સોનાની લૂંટ થઈ હોવાના સમાચાર સામે આવ્યા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી હતી. પરંતુ આ દરમિયાન મોટો ખુલાસો થયો છે. લૂંટની ફરિયાદ કરનાર યુવક ધર્મ ઠક્કર જ આરોપી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ધર્મ ઠક્કરની જ અટકાયત કરીને તપાસ શરુ કરી છે.

આરોપી ધર્મ ઠક્કરને આર્થીક સંકડામણ હોવાને લઈ લૂંટનો પ્લાન ઘડી કાઢ્યો હતો. તેણે બે મિત્રો સાથે મળીને ખોટી લૂંટનો પ્લાન બનાવ્યો હતો. આરોપી ધર્મ ઠક્કરના સીસીટીવી વીડિયો સામે આવ્યા હતા. જેના આધારે જ તેઓ બનાવેલા પ્લાનનો ખુલાસો થયો હતો. કાગડાપીઠ પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે. માણેકચોકથી જમાલપુર સોનું લઈ જવાનું હતુ. આ દરમિયાન લૂંટ થયાની ખોટી ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો:  T20 વિશ્વકપમાં ભારતીય ટીમને અમેરિકા માફક ના આવ્યું, કોઈ બેટર્સ ટોપ-10માં નહીં

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">