T20 વિશ્વકપમાં ભારતીય ટીમને અમેરિકા માફક ના આવ્યું, કોઈ બેટર્સ ટોપ-10માં નહીં
અમેરિકાની ટીમો ખાસ માફક ખેલાડીઓની નહોતી આવી રહી. મોટા ભાગની ટીમોએ અહીં મર્યાદીત સ્કોર પર જ લડાઈ લડીને હાર જીત નક્કી કરવી પડી હતી. જેને લઈ અનેક ટીમોને માટે મુશ્કેલી સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. તો વળી વરસાદે પણ અહીં વિલનગીરી કરવામાં કોઈ કસર છોડી નથી.
![T20 વિશ્વકપમાં ભારતીય ટીમને અમેરિકા માફક ના આવ્યું, કોઈ બેટર્સ ટોપ-10માં નહીં](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Team-India-Performance-in-T20-World-Cup.jpg?w=1280)
અમેરિકામાં રમાઈ રહેલા T20 વિશ્વકપમાં ભારતીય ટીમ સુપર 8 તબક્કામાં સ્થાન મેળવી લીધું છે. હવે અહીં ભારતીય ટીમ આ એક કોઠો વિંધીને સેમીફાઈનલમાં પહોંચવા માટે મેદાને ઉતરશે. આ તબક્કાની શરુઆત ભારતીય ટીમ અફઘાનીસ્તાન સામે આગામી ગુરુવારે એટલે કે 20 જૂને મેદાને ઉતરીને કરશે. જોકે ભારતીય ટીમના બેટર્સને માટે ગૃપ મેચનો તબક્કો એટલો દમદાર રહ્યો નહોતો.
આમ થવાનું કારણ એ પણ હતું કે અમેરિકાની ટીમો ખાસ માફક ખેલાડીઓની નહોતી આવી રહી. મોટા ભાગની ટીમોએ અહીં મર્યાદીત સ્કોર પર જ લડાઈ લડીને હાર જીત નક્કી કરવી પડી હતી. જેને લઈ અનેક ટીમોને માટે મુશ્કેલી સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. તો વળી વરસાદે પણ અહીં વિલનગીરી કરવામાં કોઈ કસર છોડી નથી.
કોઈ ખેલાડી પૂરા 100ને આંકડે ના પહોંચ્યો
લીગ તબક્કામાં ભારતીય ટીમને અન્યની માફક બેટિંગ કરવામાં પીચ પર સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ અન્ય ટીમોના ખેલાડીઓના પ્રમાણમાં ભારતીય સ્ટાર ખેલાડીઓનું સરેરાશ પ્રદર્શન લીગ તબક્કામાં કંઈ ખાસ જોવા મળ્યું નથી. ભારતીય ટીમના ખેલાડીઓના પ્રદર્શન ખાસ રહ્યા નથી. તો રિષભ પંત ભારતીય ટીમ તરફથી સારુ પ્રદર્શન દર્શાવી ચૂક્યો છે.
ભારત તરફથી ત્રણ ખેલાડીઓ જ લીગ તબક્કાની મેચો રમીને વ્યક્તિગત કુલ રનનો આંકડો 50ને પાર કરવામાં સફળ રહ્યા છે. જેમાં રિષભ પતે સૌથી વધારે 96 રન નોંધાવ્યા છે. જે સૌથી વધુ ચોગ્ગા ફટકારવાની ટોપટેન યાદીમાં પણ સામેલ થયો છે. જ્યારે બીજા ક્રમે ભારતીય ટીમનો સુકાની રોહિત શર્મા રહ્યો છે. રોહિત શર્માએ 68 રન નોંધાવ્યા હતા. સૂર્યકુમાર યાદવ 59 રન નોંધાવી ચૂક્યો છે.
એક પણ ભારતીય ટોપટેનમાં નહીં
બેટર્સની વાત કરવામાં આવે તો, એક પણ ભારતીય ખેલાડી સૌથી વધારે રન કરવાની ટોપ ટેન યાદીમાં સામેલ થઈ શક્યો નથી. એટલે કે એક પણ ભારતીય ખેલાડી આ યાદીમાં જોવા મળી રહ્યો નથી. અફઘાનિસ્તાનનો રહમાનુલ્લાહ ગુરબાજ આ યાદીમાં સૌથી ઉપર છે. આ અફઘાન ખેલાડીએ 167 રન ફટકાર્યા છે. તેના સિવાય અન્ય કોઈ ખેલાડી 150 રનના આંકડાને પણ પાર કરી શક્યો નથી.
બોલિંગ વિભાગમાં જોવામાં આવે તો, સૌથી વધારે વિકેટ લીગ તબક્કામાં ફઝલહક ફારુકીએ ઝડપી છે. તેણે 12 વિકેટ પોતાના ખાતામાં નોંધાવી છે. તેને બાદ કરતા કોઈ બોલર 10 વિકેટ ઝડપવાના આંકડાને પહોંચી શક્યો નથી. હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહ 7-7 વિકેટ સાથે ટીમ ઈન્ડિયા તરફથી સફળ બોલર રહ્યા છે. બંને ટોપ-5ની યાદીમાં સમાવેશ થઈ શક્યા નથી. જોકે, ટોપ ટેન યાદીમાં નજર કરીએ તો હાર્દિક સાતમાં અને અર્શદીપ આઠમાં નંબર સ્થાન ધરાવે છે. ભારતીય સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે લીગ તબક્કામાં પાંચ વિકેટ ઝડપી છે.
આ પણ વાંચો: ઈંગ્લેન્ડ સામે આ ખેલાડી રિટાયર્ડ આઉટ જાહેર થયો, જે ICC ટૂર્નામેન્ટમાં પ્રથમવાર બન્યું, જાણો