પોરબંદરમાં વિરામ બાદ ફરી વહેલી સવારથી ધોધમાર વરસાદ, 7 કલાકમાં 19 ઇંચ વરસાદ ખાબકી જતા ઘેડના ગામોમાં જળબંબાકારની સ્થિતિ

પોરબંદરમાં વિરામ બાદ ફરી વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ છે. સવારે 4 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં 19 ઈંચ વરસાદ ખાબકી જતા ચોતરફ પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ છે. આ તરફ ઘેડ પંથકમાં પણ 7 કલાકમાં 19 ઈંચ વરસાદ ખાબકી જતા આભ ફાટ્યા જેવી સ્થિતિ નિર્માણ પામી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2024 | 1:48 PM

સૌરાષ્ટ્રમાં મેઘરાજા ઓળઘોળ થઈને વરસી રહ્યા છે. પોરબંદર જિલ્લામાં એકસાથે 27 ઈંચ વરસાદ ખાબકી જતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. એક દિવસના વિરામ બાદ આજે વહેલી સવારથી પોરબંદરમાં ફરી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. સવારે 4 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં 19 ઈંચ વરસાદ થતા સર્વત્ર ફરી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર પોરબંદર પંથકમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદે ફરી એકવાર ઘેડની કમર તોડી નાખી છે. ભારે વરસાદને પગલે પોરબંદરની જીવાદોરી સમાન ખંભાળા ડેમ છલકાયો છે. ખંભાળા ડેમ સંપૂર્ણપણે છલકાતા લોકોમાં આનંદની લાગણી છે. નીચાણવાળા 12 ગામોને એલર્ટ રહેવા3 સૂચના અપાઈ છે.

પોરબંદરમાં એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ તોફાની બેટીંગ શરૂ કરતા શહેરમાં એકસામટો અઢી ઈંચ વરસાદ ખાબકી ગયો છે. શહરેમાં અગાઉના પાણી હજુ ઓસર્યા ન હતા ત્યાં ફરી વરસાદ ખાબકી જતા શહેરમાં પાણી પાણીની સ્થિતિ સર્જાઈ છે. 22 જેટલા ગામ હજુ પણ સંપર્ક વિહોણા છે. ઉપરવાસમાં ભારે વરસાદ થતા અનેક ગામોમાં પાણી ભરાયા છે. કેટલાક ગામોમાં 2 થી 8 ફુટ સુધી પાણી ભરાયેલા છે. જેના પગલે ગામલોકોને અવરજવર કરવામાં પારવાર હાલાકી વેઠવી પડી રહી છે.

Input Credit- Hitesh Thakrar- Porbandar

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">