Rajkot Fire Accident : ભ્રષ્ટાચારમાં મનસુખ સાગઠિયા સહિત અનેક ભાગીદારો હોવાની ચર્ચા, 10 કરોડથી વધારેની અપ્રમાણસર સંપતિ મળી

રાજકોટના TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડના કેસમાં હવે મોટા ખુલાસા થવાની શક્યતા છે. સાગઠિયાને ઈન્ચાર્જ TPO માંથી કાયમી TPO બનાવવામાં આવ્યા હતા. તેના પર કોણા હાથ તેમજ ભષ્ટ્રાચારમાં કોણ ભાગીદાર હતુ, જેવા સવાલોના ખુલાસા થઈ શકે છે.

Mohit Bhatt
| Edited By: | Updated on: Jun 20, 2024 | 12:36 PM

રાજકોટના TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડના કેસમાં હવે મોટા ખુલાસા થવાની શક્યતા છે. ACBના સકંજામાં રહેલા સાગઠિયાની તપાસમાં મોટા ખુલાસા થઇ શકે છે. મહત્વનું છે કે પાલિકાના TPO સાગઠિયા સાથે ભ્રષ્ટાચારમાં અનેક ભાગીદારો હોવાની ચર્ચા છે. તો એવી પણ ચર્ચા છે કે પૂર્વ પદાધિકારી અને પૂર્વ MLAના આશીર્વાદથી સાગઠિયા ઇન્ચાર્જમાંથી કાયમી TPO બન્યા હતા.

સાગઠિયાને જુલાઇ 2023માં કાયમી બહાલી મળી હતી.આપને જણાવી દઇએ કે, સાગઠિયા 29 વર્ષથી રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતો હતો. છેલ્લા 9 વર્ષથી સાગઠિયાનું એકહથ્થનું શાસન હતું. સાગઠિયા ટીપી સ્કીમ બનાવવી ગેરકાયદે બાંધકામ, માર્જીનને લગતા પ્રશ્નો અને જમીન ફેરબદલ જેવા કામોમાં ભ્રષ્ટાચાર કરતો હતો. તેની પાસેથી આવક કરતા 410 ટકા વધુ એટલે કે 10.55 કરોડની અપ્રમાણસર સંપતિ પણ મળી આવી છે. હાલ સમગ્ર કેસમાં કાર્યવાહી તેજ કરી દેવાઇ છે.

સાગઠીયાની કેટલી સંપતિ ?

TPO સાગઠિયા પાસે 10.55 કરોડની અપ્રમાણસર મિલકત મળી છે. જે તેની આવક કરતા 410.37 ટકા વધુ મિલકત છે. રાજકોટના સોખડામાં પેટ્રોલ પંપ છે. ગોંડલમાં બાબારી પેટ્રોલ પંપ છે. સોખડામાં ઇન્ડસ્ટ્રિયલ ગોડાઉન ગામેટામાં નિર્માણાધીન હોટલ છે. ગામેટા ગામે વિશાળ ફાર્મહાઉસ ધરાવે છે. ગામેટા અને ચોરડી ગામે જમીન છે. ઉર્જા ઇન્ડસ્ટ્રિયલમાં ગેસ ગોડાઉન છે. તેમજ બાલાજી ગ્રીનપાર્કમાં પ્લોટ છે. અનામીકા સોસાયટીમાં વૈભવી બંગલો છે. મધાપારની આસ્થા સોસાયટીમાં ટેનામેન્ટ છે. આ ઉપરાંત અમદાવાદમાં 2 વૈભવી ફ્લેટ છે. 2 હોન્ડા સિટી સહિત કુલ 6 વાહનો ધરાવે છે. 8 વખત 10 વધુ દેશોમાં પ્રવાસ કર્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજ્યમાં પોલીસ દળ અને સીવીલીયન સ્ટાફની જગ્યાઓ પર થશે સીધી ભરતી
રાજ્યમાં પોલીસ દળ અને સીવીલીયન સ્ટાફની જગ્યાઓ પર થશે સીધી ભરતી
આગામી 48 કલાક ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
આગામી 48 કલાક ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
Rain Update : ગુજરાતના 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ
Rain Update : ગુજરાતના 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ
આ રાશિના જાતકો પૈસાની લેવડ-દેવડમાં રાખે સાવધાની
આ રાશિના જાતકો પૈસાની લેવડ-દેવડમાં રાખે સાવધાની
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર
રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ
રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ
રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ
રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ
ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર
ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર
રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video
રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video
ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો
ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો
g clip-path="url(#clip0_868_265)">