લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં શરૂ થયો ભરતી મેળો, AAP-કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા
સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કોંગ્રેસ-આપના નાના-મોટા નેતાઓએ કમલમ ખાતે ભગવો ધારણ કર્યો છે. સૌથી મોટું નામ રાજકોટ કોંગ્રેસના નેતા અર્જુન ખટારીયાનું હતું. અર્જુન ખટારીયા સાથે 25 તાલુકા પંચાયતના સભ્યો, 15 સરંપચો, 15 સહકારી આગેવાનોએ કોંગ્રેસને અલવિદા કરી છે, તો AAPના એસટી મોરચાના પ્રમુખ સી.ડી.પરમારે કાર્યકરો સાથે પક્ષને રામ રામ કર્યા છે.
લોકસભામાં 400 પ્લસ બેઠકો જીતવાના નિર્ધાર સાથે ભાજપે ચૂંટણી પ્રચારનો પ્રારંભ થયો છે. રાજ્યની તમામ 26 બેઠકો 5 લાખથી વધુ મતોની સરસાઈ સાથે જીતવાના સંકલ્પને સાકાર કરવા પાટીલ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ હવે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ કેસરિયા કરી રહ્યા છે.
આજે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કોંગ્રેસ-આપના નાના-મોટા નેતાઓએ કમલમ ખાતે ભગવો ધારણ કર્યો છે. સૌથી મોટું નામ રાજકોટ કોંગ્રેસના નેતા અર્જુન ખટારીયાનું હતું. અર્જુન ખટારીયા સાથે 25 તાલુકા પંચાયતના સભ્યો, 15 સરંપચો, 15 સહકારી આગેવાનોએ કોંગ્રેસને અલવિદા કરી છે, તો AAPના એસટી મોરચાના પ્રમુખ સી.ડી.પરમારે કાર્યકરો સાથે પક્ષને રામ રામ કર્યા છે. સાથે જ વાઘોડીયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામુ આપી શકે છે.
બીજી તરફ સી.આર.પાટીલે કોંગ્રેસ અને આપ નેતાઓને આડે હાથ લેતા પ્રહારો કર્યા. પાટીલે કહ્યું કે કોંગ્રેસ જ્ઞાતિના ભાગલા પાડીને રાજ કરતી હતી, પરંતુ PM મોદીએ જ્ઞાતીવાદ અને ભાષાવાદને દૂર કર્યો છે.