અંબાજીથી 10 કિમી દૂર પલટી બસ, 15 જેટલા લોકોને વધુ ઇજા

અંબાજી આવી રહેલી રાજસ્થાન સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમની બસ નદીમાં ખાબકવાની ઘટના સર્જાઈ છે. નદીમાં બસ ખાબકવાને લઈ 15 જેટલા મુસાફરોને ઈજા પહોંચી છે. આબુ રોડથી અંબાજી તરફ બસ આવી રહી હતી ત્યારે આ ઘટના સર્જાઈ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2024 | 8:26 AM

અંબાજીથી આબુ રોડ વચ્ચે આવેલ સુરપગલા નજીક રાજસ્થાન એસટી નિગમની બસ નદીમાં ખાબકી હતી. બસમાં 45 થી વધારે મુસાફરો હતા અને બસ અંબાજી તરફ આવી રહી હતી, ત્યારે આ ઘટના સર્જાઈ હતી. આબુ રોડ અંબાજી માર્ગમાં સુરપગલા પાસે વળાંકમાં ચાલકનો સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવી દેવાને લઈ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક રીતે અનુમાન થઈ રહ્યુ છે.

આ પણ વાંચો: અરવલ્લીઃ અંતિમ સંસ્કારની વિધી દરમિયાન ભમરા ઉડ્યા, ડાઘુઓમાં નાસભાગ મચી ગઈ 

ઘટનામાં ઘાયલ 15 જેટલા મુસાફરોને આબુરોડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બસ નદીમાં ખાબકવાના સર્જાયેલા અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની નહીં સર્જાવાને લઈ મોટી રાહત સર્જાઈ હતી. ઘટનાને લઈ આબુ રોડ પોલીસે અકસ્માતની તપાસ શરુ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">