દેવભૂમિ દ્વારકા : આયુર્વેદીક દવાના નામે નશાનો વેપલો, 235 નંગ શંકાસ્પદ નશાકારક સીરપની બોટલો ઝડપાઈ

આયુર્વેદિક સીરપની આડમાં નશાકારક સીરપનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. દુકાનમાં 235 નંગ શંકાસ્પદ નશાકારક સીરપની બોટલો ઝડપાઇ છે. પોલીસે 35,250નો મુદામાલ કબજે કરી દુકાનદાર ધ્રુવ જનકરાય ભટ્ટ નામના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2024 | 11:29 PM

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી એક વખત શંકાસ્પદ નશાકારક સીરપ ઝડપાઇ છે. આયુર્વેદિક સીરપની આડમાં નશાકારક સીરપનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. દુકાનમાં 235 નંગ શંકાસ્પદ નશાકારક સીરપની બોટલો ઝડપાઇ છે. પોલીસે 35,250નો મુદામાલ કબજે કરી દુકાનદાર ધ્રુવ જનકરાય ભટ્ટ નામના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અગાઉ પણ આયુર્વેદિક સીરપના નશાકારક કારોબાર સામે પોલીસની મહત્વની કામગીરી સામે આવી હતી. ત્યારે વધુ એક વખત દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી આયુર્વેદિક સીરપની આડમાં નશાકારક સીરપનો વેપલો થતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે દુકાનદાર સામે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો દેવભૂમિ દ્વારકા વીડિયો : ખંભાળિયાના ધરમપુર ગામે ડિમોલિશન, 70 થી વધારે ગેરકાયદેર બાંધકામ તોડી પડાયા

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">