દેવભૂમિ દ્વારકા વીડિયો : ખંભાળિયાના ધરમપુર ગામે ડિમોલિશન, 70 થી વધારે ગેરકાયદેર બાંધકામ તોડી પડાયા
દ્વારકાના ખંભાળિયાના ધરમપુર ગામે ગેરકાયદેસર બાંધકામ હટાવવામાં આવ્યુ છે. બેડીયાવાડી વિસ્તારમાં ગેરકાયદેસર સ્ટ્રક્ચર પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. રસ્તો પહોળો કરવા મામલે તંત્રનાં જુદા જુદા વિભાગે સંયુક્ત કામગીરી કરીને દબાણોનો સફાયો કર્યો છે.
દેવભૂમિ દ્વારકાના ખંભાળિાયા પંથકમાં ફરી એક વાર દાદનું બુલડોઝર ફરી વળ્યુ છે. ખંભાળિયાના ધરમપુર ગામે ગેરકાયદેસર બાંધકામ હટાવવામાં આવ્યુ છે. બેડીયાવાડી વિસ્તારમાં ગેરકાયદેસર સ્ટ્રક્ચર પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. રસ્તો પહોળો કરવા મામલે તંત્રનાં જુદા જુદા વિભાગે સંયુક્ત કામગીરી કરીને દબાણોનો સફાયો કર્યો છે. તેમજ ગ્રામપંચાયત દ્વારા નોટિસ પાઠવ્યા બાદ જ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા 3 દિવસમાં પ્રશાસને 70 થી વધારે રહેણાંક મકાન તેમજ કોમર્શિયલ બાંધકોમો તોડી પાડયા છે.
દ્વારકામાં ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી
બીજી તરફ આ અગાઉ દ્વારકામાં મેગા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી . જેમાં હર્ષદ, નાવદ્રા અને ભોગાતમાં દબાણો દુર કરવામાં આવ્યા હતા. જો વિગતે વાત કરીએ તો કુલ 100 જેટલા રહેણાંક દબાણો,30 કોર્મશિયલ અને બે ધાર્મિક સ્થળોને તોડી પાડવામાં આવ્યા હતા. આ દબાણો દુર કરીને 66 હજાર સ્કવેર જગ્યા ખાલી કરવામાં આવી હતી.
