હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટની 15 ફૂટ ઊંચી પ્રોટેક્શન વોલ ધરાશાયી ! સામે આવ્યો ચોંકવનારો Video

હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટની 15 ફૂટ ઊંચી “પ્રોટેક્શન વોલ” ધરાશાયી ! સામે આવ્યો ચોંકવનારો Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2024 | 1:25 PM

રાજકોટ હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ રનવે પરની દિવાલ ધરાશયી થતા કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. તમને જણાવી દઈએ કે એક વર્ષ પહેલા જ આ દિવાલ બનાવવામાં આવી હતી અને તે ધરાશયી થતા લોકો તેની ગુણવત્તા પર સવાલ ઉઠાવી રહ્યા છે.

રાજકોટ વરસાદે તારાજી સર્જી દીધી છે ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. વરસાદના કારણે રાજકોટનો મેળો પણ રદ્દ કરાયો છે ત્યારે હવે ભારે વરસાદના કારણે રાજકોટમાં આવેલ હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટના 15 ફૂટની પ્રોટેકશન દિવાલ ધરાશાયી થઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે. ગત સોમવારે દિવાલ ધરાશાયી થઈ હોવાનું સામે આવ્યું છે જોકે તેનો વીડિયો હવે સામે આવી રહ્યો છે.

હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટની દિવાલ ધરાશાયી

રાજકોટ હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ રનવે પરની દિવાલ ધરાશાયી થતા કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. તમને જણાવી દઈએ કે એક વર્ષ પહેલા જ આ દિવાલ બનાવવામાં આવી હતી અને તે ધરાશયી થતા લોકો તેની ગુણવત્તા પર સવાલ ઉઠાવી રહ્યા છે. આ અગાઉ પણ કેનોપી તૂટવાની ઘટના આવી સામે આવી હતી. ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે જે તે દિવાલ કે એક થોડો ભારે વરસાદ આવતા તૂટીને ભષ્મિભૂત થઈ જાય એ નવાઈની વાત છે ને !

ચોમાસું એરપોર્ટના નબળા બાંધકામ પોલ ખોલી રહ્યું

હકીકતમાં રાજકોટનું હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ બન્યું ત્યારથી જ સતત વિવાદોમાં છે અને કામગીરીની ગુણવત્તાને લઈને સતત સવાલો ઉઠતા રહ્યા છે. હજુ બે મહિના પહેલાં જ એરપોર્ટની પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી પડી હતી. જો કે સદનસીબે તે સમયે પેસેજમાં કોઈ મુસાફર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ચોમાસું જાણે એરપોર્ટના નબળા બાંધકામની પોલ ખોલી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે હવે એરપોર્ટની પ્રોટેક્શન વોલ ધરાશાયી થતા ફરી તેની ગુણવત્તા પર સવાલ ઉભા થયા છે. ત્યારે તે હલકી ગુણવત્તાનું કામ થયું હોવાની અહીં સ્પષ્ટ થાય છે.

Published on: Aug 29, 2024 11:58 AM
g clip-path="url(#clip0_868_265)">