કચ્છમાં મેઘરાજાની તોફાની બેટિંગ, 11 ઇંચ વરસાદ ખાબકતાં માંડવી સંપર્ક વિહોણું, જુઓ Video
કચ્છને મેઘરાજા બરાબર ધમરોળી રહ્યા છે. તોફાની વરસાદથી કચ્છના લોકોની સ્થિતિ ખરાબ થઇ ગઇ છે. ત્યારે કચ્છના માંડવીની વાત કરીએ તો, ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાતા માંડવી શહેરના રસ્તાઓ બંધ થયા છે, જેના કારણે માંડવી જમીન માર્ગે સંપર્ક વિહોણું બન્યું છે.
ગુજરાત માથે હાલ મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી રાજ્યમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. મધ્ય ગુજરાતથી લઇને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદ નહીં, પરંતુ મુશ્કેલી વરસી રહી છે. મેઘરાજાએ રીતસરનો હાહાકાર મચાવ્યો છે. કચ્છમાં છેલ્લા 24 કલાકમાં 11 ઇંચ વરસાદ વરસ્યો છે અને હજુ પણ આગામી કલાકો કચ્છ માટે ખુબ જ ભારે રહેશે.
કચ્છને મેઘરાજા બરાબર ધમરોળી રહ્યા છે. તોફાની વરસાદથી કચ્છના લોકોની સ્થિતિ ખરાબ થઇ ગઇ છે. ત્યારે કચ્છના માંડવીની વાત કરીએ તો, ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાતા માંડવી શહેરના રસ્તાઓ બંધ થયા છે, જેના કારણે માંડવી સંપર્ક વિહોણું બન્યું છે. મસ્કા-માંડવી રોડ અને સલાયા રોડ બંધ થતા માંડવીનો સંપર્ક કપાયો છે. તો માંડવીના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. કચ્છના તમામ તાલુકાઓમાં મેઘતબાહી જોવા મળી રહી છે.