IPL 2023 પહેલા Hardik Pandya પરિવાર સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો, લોકોએ કહ્યું- આ વખતે પણ ગુજરાતના ખાતામાં આવશે IPLની ટ્રોફી
ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા તેની પત્ની નતાશા સ્ટેનકોવિક અને પુત્ર અગસ્ત્ય સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. હાર્દિકે તેની પ્રથમ સિઝનમાં ગુજરાતને IPLનો ખિતાબ અપાવ્યો હતો.
હાર્દિક પંડ્યા ભારતના લોકપ્રિય ક્રિકેટરોમાંથી એક છે. હાર્દિક પંડ્યાએ વ્હાઇટ બોલ ક્રિકેટમાં ઘણું નામ કમાવ્યું છે. IPLમાં હાર્દિક પંડ્યાની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. IPL 2022માં પોતાની નવી ટીમ ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવીને હાર્દિક પંડ્યાએ લોકોમાં ઘણી નવી આશાઓ જગાવી છે. IPL 2023 માટે હાર્દિક ફરી એકવાર તેની ટીમ ગુજરાત ટાઇટન્સ સાથે જોડાયો છે. તેની ટીમ ગુજરાત ટાઇટન્સે હાર્દિક અને તેના પરિવારનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને માહિતી આપી હતી કે તેનો કેપ્ટન ટીમ સાથે જોડાયો છે.
ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા તેની ટીમ સાથે જોડાયો છે. તેની ટીમનો પ્રથમ મુકાબલો 31 માર્ચે ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે.
હાર્દિક અને આઈપીએલ કનેક્શન
ગુજરાત ટાઇટન્સે ટ્વિટર પર કેટલાક ફોટો પણ પોસ્ટ કર્યા છે, જેમાં હાર્દિક પંડ્યા તેની પત્ની અને પુત્ર સાથે જોવા મળી રહ્યો છે. ગુજરાતે આ ફોટો સાથે કેપ્શનમાં લખ્યું છે કે ? તમને જણાવી દઈએ કે આ વર્ષે હાર્દિક પંડ્યા પર ગત વખત કરતા વધુ દબાણ હશે કારણ કે તેણે પોતાના જીતેલા ટાઈટલનો બચાવ કરવાનો છે, હવે જોવાનું રહેશે કે તે આવું કરી શકે છે કે નહીં. ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા તેની પત્ની નતાશા સ્ટેનકોવિક અને પુત્ર અગસ્ત્ય સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. હાર્દિકે તેની પ્રથમ સિઝનમાં ગુજરાતને IPLનો ખિતાબ અપાવ્યો હતો.
#TitansFAM, Skipper Hardik has arrived Swaagat nahi karoge?#AavaDe pic.twitter.com/R2TTTYmSi9
— Gujarat Titans (@gujarat_titans) March 26, 2023
IPL ટીમને પ્રથમ વખત ચેમ્પિયન બનાવનાર હાર્દિક પંડ્યાને હવે ભારતીય સફેદ બોલ ક્રિકેટનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. IPL 2022 ના અંતથી અત્યાર સુધી, હાર્દિક પંડ્યાએ ઘણી વખત ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ પણ કરી છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સાથેની પ્રથમ વનડે સિરીઝમાં રોહિત શર્માની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યાએ કેપ્ટનશીપની જવાબદારી સંભાળી હતી અને ભારતીય ટીમને જીત તરફ દોરી હતી.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ક્રિકેટ અને અન્ય રમતો સાથે જોડાયેલા તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…