AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BCCI એ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના કોન્ટ્રાક્ટ લિસ્ટનુ કર્યુ એલાન, રવિન્દ્ર જાડેજાને મળ્યુ પ્રમોશન, હાર્દિક પંડ્યાને ફાયદો

BCCI ના વાર્ષિક કોન્ટ્રાક્ટ લિસ્ટમાં 26 ક્રિકેટરોને સ્થાન મળ્યુ છે. જેમાં સૌથી ઉંચી A+ કેટેગરીમાં 3 ના બદલે 4 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહનો સમાવેશ આ પહેલા હતો.

BCCI એ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના કોન્ટ્રાક્ટ લિસ્ટનુ કર્યુ એલાન, રવિન્દ્ર જાડેજાને મળ્યુ પ્રમોશન, હાર્દિક પંડ્યાને ફાયદો
Ravindra Jadeja ની વધી સેલેરી
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2023 | 11:44 PM
Share

ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ક્રિકેટરોના વાર્ષિક કોન્ટ્રાક્ટ લિસ્ટનુ એલાન કર્યુ છે. નવા વર્ષ માટે BCCI એ રવિન્દ્ર જાડેજાને પ્રમોશન આપ્યુ છે. જાડેજા હવે રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહની હરોળમાં હવે ચોથા ખેલાડી તરીકે ઉમેરાયો છે. એટલે કે તેને A+ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ કેટેગરીમાં સમાવેશ થયેલા ખેલાડીઓને સૌથી વધુ સેલેરી મળતી હોય છે. આ ઉપરાંત અજિંક્ય રહાણેને હવે વાર્ષિક કોન્ટ્રાક્ટથી બહાર કરી દેવામાં આવ્યો છે.

સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા દ્વારા સતત શાનદાર પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે, જેને લઈ તેને પ્રમોશન આપવામાં આવ્યુ છે. વ્હાઈટ અને રેડ બોલ ફોર્મેટમાં તેણે શાનદાર પ્રદર્શન તાજેતરમાં કર્યુ છે. આમ તેને હવે તેનુ ફળ પ્રમોશનના રુપમાં મળ્યુ છે. હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલ ને B માંથી A કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

4 કેટેગરી મુજબ ખેલાડીઓનો કોન્ટ્રાક્ટ

પાછળના કેટલાક વર્ષોથી ભારતીય ક્રિકેટ બોર્ડના ખેલાડીઓનો કોન્ટ્રાક્ટ માટેનુ ફોર્મેટ નિયત કરવામાં આવેલુ છે. જે મુજબ ચાર અલગ અલગ કેટેગરી નિશ્ચિત કરવામાં આવેલી છે. જેમાં સૌથી ઉપર A+ કેટેગરી રાખવામાં આવી છે. આ કેટેગરીના ખેલાડીઓને વાર્ષિક 7 કરોડ રુપિયા સેલેરી આપવામાં આવે છે. આ કેટેગરી હેઠળ કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહનો સમાવેશ થતો હતો. હવે એક નામ વધુ ઉમેરાયુ છે. જે રવિન્દ્ર જાડેજાનુ નામ છે. જેને હવે 7 કરોડ રુપિયા સેલેરી મળશે.

A,B અને C કેટેગરીમાં કોનો સમાવેશ થયો?

બીજા ક્રમે A કેટેગરી આવે છે.

  • જેમાં ખેલાડીઓને 5 કરોડ રુપિયાની સેલેરી મળતી હોય છે.
  • આ કેટેગરીમાં 6 ખેલાડીઓ સામેલ છે. જેમાં હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, રિષભ પંત, અક્ષર પટેલનો સમાવેશ થાય છે.
  • હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલને એક કેટગરી પ્રમોશન મળ્યુ છે.

ત્રીજા ક્રમે B કેટેગરી આવે છે

  • જેમાં 3 કરોડ રુપિયા સેલેરી ખેલાડીને મળે છે.
  • આ કેટેગરીમાં ચેતેશ્વર પુજારા. કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, સૂર્યાકુમાર યાદવ અને શુભમન ગિલનો સમાવેશ થાય છે.
  • સૂર્યા અને ગિલ આ પહેલા C કેટેગરીમાં હતા, આ બંનેને ફાયદો થયો છે.
  • કેએલ રાહુલ પહેલા A કેટેગરીમાં હતો, જેનુ ડિમોલેશન થયુ છે.

ચોથા ક્રમે C કેટેગરી આવે છે

  • ખેલાડીને 1 કરોડ રુપિયા સેલેરી મળે છે.
  • આ કેટેગરીમાં સૌથી વધારે 11 ખેલાડીઓ સામેલ છે.
  • જેમાં ઉમેશ યાદવ, શિખર ધવન, શાર્દૂલ ઠાકુર, ઈશાન કિશન, દીપક હૂડ્ડા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, સંજૂ સેમસન, અર્શદીપ સિંહ, કેએસ ભરતનો સમાવેશ થાય છે.
  • શાર્દૂલ ઠાકુર પણ એક કેટેગરી પાછળ આવ્યો છે. આમ તેની સેલેરી ઓછી થઈ છે.

g clip-path="url(#clip0_868_265)">