મોરબી: LCBએ નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી, 15 લાખથી વધારેની કિંમતનો મુદ્દામાલ કર્યો જપ્ત

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ બીજા રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં વધુ પ્રમાણમાં દારૂ વેચાય છે અને પીવાઈ છે. ગુજરાતમાં મોટાભાગે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી વિદેશી દારૂનો જથ્થો મોટી માત્રમાં ઠાલવવામાં આવે છે અને પોલીસ મોટાપ્રમાણમાં આવો પરપ્રાંતીય દારૂ કબ્જે પણ કરતી હોય છે.

| Updated on: Nov 09, 2023 | 12:31 PM

બીજા રાજ્યોમાંથી દારૂ ગુજરાતમાં ઘુસાડવા માટે બુટલેગરો અનેક કિમીયા અને સેટિંગ કરવા પડતા હોય છે. પોલીસની નજરથી બચવા હરિયાણાના શખ્સે મોરબીના રફાળેશ્વરમાં નકલી વિદેશી દારૂ બનાવવાની ફેકટરી શરૂ કરી હતી. મોરબી એલસીબી ટીમને બાતમી મળતા દરોડો પાડી 15.65 લાખના ડુપ્લીકેટ વિદેશી દારૂ સાથે 11 આરોપીઓને ઝડપી લીધા છે. જો કે એલસીબીના દરોડામાં મુખ્ય સૂત્રધાર હાથ લાગ્યો ન હતો.

મોરબી એલસીબી ટીમે બાતમીના આધારે રફાળેશ્વર જીઆઇડીસીમાં આવેલી બાલાજી એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં દરોડા પાડી નકલી વિદેશી દારૂ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. પોલીસના દરોડામાં સિરસા હરિયાણાનો વતની સુરેશકુમાર આત્મારામ ડુકીયા દ્વારા જીઆઇડીસીમા બંધ ગોડાઉન ભાડે રાખી અહીં નકલી દારૂ બનાવવા માટે પરપ્રાંતીય શ્રમિકોને કામે રાખી જુદી જુદી બ્રાન્ડનો વિદેશી દારૂ કાચની બોટલમાં ભરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે ઘટના સ્થળેથી વિવિધ બ્રાન્ડની નકલી દારૂ ભરેલી કુલ 2832 નંગ બોટલ કિંમત રૂપિયા 10,62,000 તેમજ બનાવટી ઈંગ્લીશ દારૂનું પ્રવાહી 2500 લીટર જેની કિંમત 1,25,000 જુદી જુદી કાચની બોટલ, સ્ટીકર, ખાલી ઢાંકણા, પેકીંગ મશીન, કેમિકલ પાવડર અને 6 મોબાઈલ મળી કુલ 15,65,300નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

તમામ આરોપીઓમાં મુખ્ય આરોપી હરીયાણાનો છે, જ્યારે અન્ય કામ પર રાખેલા મજૂરો ઉત્તર પ્રદેશના હોવાનું સામે આવ્યું છે, તેમની વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

હાલ પોલીસે ડુપ્લીકેટ દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા જુદા જુદા પ્રકારના કેમિકલોના સેમ્પલ લઈને ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે. આરોપીઓ આ કેમિકલ દ્વારા સહારે ડુપ્લીકેટ દારૂ બનાવી મશીનની મદદથી કાચની બોટલોમાં દારૂ ભરી સિલપેક બોટલો તૈયાર કરવામાં આવતી હતી.

આ પણ વાંચો: મોરબી લોક રોષ : માળીયા તાલુકાની યુવતી સાથે દુષ્કર્મ આચરનાર વિધર્મીનું ઘર સળગાવાયું

મોરબી સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(With Input Credit- Rajesh Ambaliya morbi)

Follow Us:
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">