અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક

15 May, 2024

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીની કંપનીના શેરોએ જોરદાર વાપસી કરી છે.

મંગળવારે શેરબજાર ખુલતાની સાથે જ આ શેરમાં તેજી જોવા મળી હતી, અને થોડા સમય બાદ અપર સર્કિટ લાગી હતી. મહત્વનું છે કે બુધવારે પણ ભાવ વધ્યા હતા. 

અમે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેર વિશે વાત કરી રહ્યા છીએ, જે આજે બુધવારે 25.80 પર બંધ થયો.

શેરમાં વધારાને કારણે માર્કેટ કેપ 10.28 હજાર કરોડ રૂપિયા થઈ ગયું છે.

છેલ્લા એક વર્ષમાં, અનિલ અંબાણીના આ શેરે રોકાણકારોને 121.98 ટકાનું મજબૂત વળતર આપ્યું છે, એટલે કે, રોકાણ કરાયેલા નાણાંની રકમ બમણા કરતાં વધી ગઈ છે.

એટલું જ નહીં, છેલ્લા પાંચ વર્ષમાં આ શેરે રોકાણકારોના પૈસા ચાર ગણા વધાર્યા છે, આ સમયગાળા દરમિયાન રિલાયન્સ પાવરે 329.17% વળતર આપ્યું છે.

મે 2008માં, રિલાયન્સ પાવરના શેરની કિંમત શેર દીઠ રૂપિયા 260.78 હતી, જ્યાંથી માર્ચ 2020માં તેની કિંમત ઘટીને રૂપિયા 1 પર આવી.

આ પછી, કંપનીના શેરમાં રિકવરી આવી અને હવે તેના શેરમાં 2033 ટકાથી વધુનો વધારો થયો છે.