કમોસમી વરસાદથી પાક અને APMCમાં જણસને લાખો રુપિયાનું નુકસાન, કૃષિ પ્રધાને સર્વેની આપી સૂચના, જુઓ Video
વરસાદના કારણે ફળોનો પાક જેમકે પપૈયા, કેળા, કેરીના પાકને મોટા પાયે નુકસાન થયુ છે. ઉનાળુ પાક બાજરીને નુકસાનની સંભાવના છે. તો પવનના કારણે આંબાવાડીઓમાં કેરી ખરી પડતા ખેડૂતોને નુકસાન થયુ છે. કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનને પહોંચી વળવા કૃષિ વિભાગે જરુરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી છે.
કમોસમી વરસાદે સમગ્ર ગુજરાતમાં મોટા પાયે નુકસાન થયુ છે. આ વરસાદના કારણે કેળા, પપૈયા અને કેરીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. નર્મદા સહિત કેટલાક જિલ્લામાં હજારો હેક્ટર જમીન પર કેળાનું વાવેતર થયુ હતુ, કમોસમી વરસાદના કારણે જે જમીન દોસ્ત થયા છે અને ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનને પગલે કૃષિ વિભાગે જરુરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી છે.
વરસાદના કારણે ફળોનો પાક જેમકે પપૈયા, કેળા, કેરીના પાકને મોટા પાયે નુકસાન થયુ છે. ઉનાળુ પાક બાજરીને નુકસાનની સંભાવના છે. તો પવનના કારણે આંબાવાડીઓમાં કેરી ખરી પડતા ખેડૂતોને નુકસાન થયુ છે. કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનને પહોંચી વળવા કૃષિ વિભાગે જરુરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી છે.
આ પણ વાંચો-આજનું હવામાન : ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, જુઓ Video
ગઈ કાલે વરસાદમાં કેરી અને ઉનાળુ પાક બાજરીને નુકસાનની સંભાવના છે. કૃષિ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યુ હતુ કે ખેતી પાકોને જ્યાં નુકસાન થયુ છે ત્યાં સરવેની સૂચના આપી છે. હજુ પણ માવઠાની આગાહી હોવાથી રિપોર્ટ 17 મે બાદ જાણવા મળશે. મુખ્યમંત્રીએ પણ અધિકારીઓ સાથે બેઠક કરી સ્થિતિની સમીક્ષા કરી તંત્રને સૂચનાઓ આપી છે. તેમણે જણાવ્યુ કે સરકાર કમોસમી વરસાદને લઈ જે સ્થિતિ ઉભી થવાની છે તે મુદ્દે સક્રિય છે.