ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા, જુઓ વીડિયો

ગાંધીનગરના પેથાપુરમાં એક સાથે ત્રણ વરરાજાને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. વાત એવી છે કે, ચોરીના ફેરા ફર્યાના ગણતરીના દિવસોમાં જ નવવધુ ઘરમાં રહેલ રોકડ, દાગીના સહિતની કિંમતી ચીજવસ્તુ લઈને રાતોરાત ફરાર થઈ જવા પામી છે. આ પ્રકારની એક નહી પરંતુ ત્રણ ત્રણ વરરાજા સાથે બની છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2024 | 2:31 PM

ગાંધીનગરના પેથાપુરમાં એક સાથે ત્રણ વરરાજાને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. વાત એવી છે કે, ચોરીના ફેરા ફર્યાના ગણતરીના દિવસોમાં જ નવવધુ ઘરમાં રહેલ રોકડ, દાગીના સહિતની કિંમતી ચીજવસ્તુ લઈને રાતોરાત ફરાર થઈ જવા પામી છે. આ પ્રકારની એક નહી પરંતુ ત્રણ ત્રણ વરરાજા સાથે બની છે.

ગાંધીનગરના પેથાપુરમાં લૂંટેરી દુલ્હનોએ મધ્યરાત્રીએ નાસી જઈને 3 યુવાનોને લૂંટી લીધા છે.  લુંટેરી દુલ્હનોએ ૩ યુવકોના ઘરમાં રહેલ રોકડા, સોના ચાંદીના દાગીના, અન્ય કિંમતી ચીજવસ્તુઓ સહીત લાખો રૂપિયા લઈને લૂંટેરી દુલ્હનો રફુચક્કર થઈ ગઈ હતી.

ચોરીમાં લગ્ન ફેરા ફર્યા બાદ, 15 દિવસમાં જ લૂંટેરી દુલ્હનોએ ઘરમાં રહેલા રોકડા રૂપિયા, દાગીના વગેરે લઈને રાતોરાત ફરાર થઈ ગઈ હતી. આ અંગેની પોલીસ ફરિયાદ પેથાપુર પોલીસ મથકે નોધાઇ છે. જેમાં પેથાપુર પોલીસે કુલ 5 લોકોની ગેંગ સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

પેથાપુર પોલીસનું કહેવું છે કે, આ ત્રણેય દુલ્હન કોઈ શૈલેષ પટેલના માધ્યમથી છેતરાયેલા વરરાજાના સંપર્કમાં આવ્યા હતા. જેઓએ લગ્ન ગોઠવી આપ્યા હતા. લગ્ન થયાના 15 દિવસમાં જ લૂટેરી દુલ્હન તેમના પતિને રઝળતા મૂકીને નાસી છુટી છે.

Follow Us:
નવસારીના 12 વિસ્તારમાં પૂર્ણા નદીએ વિનાશ વેર્યો

બિસ્માર રસ્તા તરફ તંત્રનું ધ્યાન ખેંચવા અનોખું વિરોધ પ્રદર્શન કરાયું

ગુજરાત સરકાર પોલીસ અને SRPમાં અગ્નિવીરોને આપશે પ્રાથમિકતા

મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર

તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા

અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ

વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ

ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર

પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ

g clip-path="url(#clip0_868_265)">