ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો ! આરોગ્ય વિભાગે દરોડા પાડતા આ દ્રશ્યો જોવા મળ્યા, જુઓ Video
ગરમીમાં રાહત મેળવવા બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો. વેપારીઓ વધુ કમાઈ લેવાની લાલચે તમારા સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. રાજકોટમાં આવા જ લેભાગુ વેપારીઓ સામે તવાઈ બોલાવાઈ છે.
ગરમીમાં રાહત મેળવવા બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો. વેપારીઓ વધુ કમાઈ લેવાની લાલચે તમારા સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. રાજકોટમાં આવા જ લેભાગુ વેપારીઓ સામે તવાઈ બોલાવાઈ છે.
લૂઝ આઈસ્ક્રીમનો જથ્થો મળ્યો
આરોગ્ય વિભાગે રાજકોટમાં ઠેર ઠેર દરોડા પાડી તપાસ હાથ ધરી છે. જેમાં મહાદેવવાડી વિસ્તારમાં આવેલા ડિલાઈટ આઈસ્ક્રીમમાં ચેકિંગ હાથ ધરાયું હતું અને તપાસ દરમિયાન લૂઝ આઈસ્ક્રીમનો જથ્થો મળી આવ્યો છે. આરોગ્ય વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.
બરફ બનાવતી 5 ફેકટરીને નોટિસ
બીજી તરફ રાજકોટમાં જ બરફ બનાવતી 5 ફેકટરીને મહાનગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. 4 ફેકટરી પાસે બરફ બનાવવાનું લાયસન્સ જ નથી. બરફ બનાવવામાં આવતી જગ્યામાં સાફસફાઇનો અભાવ પણ જોવા મળ્યો. જેથી આ મામલે કાર્યવાહી કરવામાં આવી. લાભ,મહાદેવ,નવદુર્ગા,નૂતન સૌરાષ્ટ્ર અને ક્રિષ્ના આઇસ ફેકટરીને નોટિસ આપવામાં આવી છે.
Published on: May 15, 2024 02:23 PM
Latest Videos