Viral Video : આફ્રિકન યુવતીએ ગાયું ગીત ‘ઘોડે પે સવાર’, યુઝર્સ તેના અવાજના બન્યા ચાહક

|

Jan 20, 2023 | 5:33 PM

Viral Video : તમે Qala (કલા) ફિલ્મનું 'ઘોડે પે સવાર' ગીત સાંભળ્યું જ હશે. આ વીડિયો આજકાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હાલમાં આ ગીત લોકોની જીભ પર છે. ઈન્સ્ટાગ્રામ પર પણ આ ગીત પર ફિયર્સ રીલ્સ બનાવવામાં આવી રહી છે.

Viral Video : આફ્રિકન યુવતીએ ગાયું ગીત ઘોડે પે સવાર, યુઝર્સ તેના અવાજના બન્યા ચાહક
આફ્રિકન ભાઈ-બહેનનો 'ઘોડે પે સવાર ' ગીત પરનો વીડિયો વાયરલ

Follow us on

સંગીત એ કોઇપણ વ્યક્તિને ગમે છે. તાજેતરમાં Netflix પરનું Qala (કલા) ફિલ્મનું ‘ઘોડે પે સવાર’ ગીત ખૂબ જ ફેમસ થઇ રહ્યુ છે. સોશિયલ મીડિયા પર આ ગીત પર રિલ્સ બનાવીને લોકો વાયરલ કરી રહ્યા છે. લિપ સિંક અને ડાન્સને લગતા વીડિયો ઘણીવાર ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થતા રહે છે, ત્યારે હાલમાં આફ્રિકન ભાઈ-બહેન કાઈલી પોલ અને નીમા પોલ દ્વારા બનાવાયેલો આ ગીત પરનો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થઇ રહ્યો છે.

આફ્રિકન ભાઈ-બહેન કાઈલી પોલ અને નીમા પોલના વીડિયો જોયા જ હશે. ગાયન અને નૃત્યને લગતા તેમના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેમસ થતા હોય છે. આજકાલ તેના એક નવા વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. ખરેખર, નીમા પોલ પહેલીવાર લિપ સિંક સિવાય પોતાના અવાજમાં ગાતી જોવા મળે છે અને તે પણ હિન્દી ગીત, જે આ દિવસોમાં ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યું છે.

ટીવીની પાર્વતી સોનારિકા ભદોરિયાની આ સુંદર તસવીરો તમારું મન મોહી લેશે, જુઓ
સેહવાગને લગ્ન પછી શેનો ડર હતો?
મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બંનેમાં કોનું ઘર મોટુ અને કોનુ ઘર છે નાનું, જોઈ લો
Remove evil eye : ઘરની ખરાબ નજર કેવી રીતે ઉતારવી ? જુઓ Video
BSNLનો 84 દિવસનો સસ્તામાં સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, માત્ર આટલી કિંમત
કુંડળીમાં છે શની દોષ તો શનિદેવને અર્પણ કરો આ તેલનો દીવો

તમે Qala (કલા) ફિલ્મનું ‘ઘોડે પે સવાર’ ગીત સાંભળ્યું જ હશે. આ વીડિયો આજકાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હાલમાં આ ગીત લોકોની જીભ પર છે. ઈન્સ્ટાગ્રામ પર પણ આ ગીત પર ફિયર્સ રીલ્સ બનાવવામાં આવી રહી છે. આ સુંદર ગીત સિરીશા ભગવતુલાએ ગાયું છે અને હવે નીમા પોલ પણ આ ગીતના પ્રેમમાં છે. તે આ ગીતને પોતાના અવાજમાં ગાવાનો પ્રયાસ કરી રહી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે તેના પરંપરાગત ડ્રેસમાં સજ્જ નીમા ‘ઘોડે પે સવાર’ ગીત ગુંજી રહી છે અને તેની પાછળ તેનો ભાઈ કાઈલી પૉલ પણ લિપ-સિંક કરતો જોવા મળી રહ્યો છે. નીમા પોલના અવાજમાં આ ગીત પહેલીવાર સાંભળીને લોકો ખૂબ જ ખુશ છે અને તેના જોરદાર વખાણ કરી રહ્યા છે. આ વીડિયો લોકોના દિલને સ્પર્શી જાય તેવો છે.

નીમા પોલના અવાજમાં આ સુંદર ગીત તમે પણ સાંભળો

આ ગીતને નીમા પોલે પોતે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે, જેને અત્યાર સુધીમાં 3.3 મિલિયન એટલે કે 33 લાખ વખત જોવામાં આવ્યું છે, જ્યારે 3 લાખ 57 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે અને વિવિધ પ્રતિક્રિયાઓ પણ મળી છે.

Next Article