Video Viral: સાર્વજનિક સ્થળોએ કિસ કરવાની ઘટનાઓ ખૂબ જ સામાન્ય છે. આજકાલ લોકો કોઈ પણ જાતના ડર વગર પોતાના બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડને ખુલ્લેઆમ પ્રેમ વ્યક્ત કરવા લાગ્યા છે. જો કે, કેટલાક લોકોને તેની પ્રેમ વ્યક્ત કરવાની રીત બિલકુલ પસંદ નથી.
આ પણ વાંચો: Pakistan Viral Video: પાકિસ્તાનીઓના કાબુ બહાર હવે જાનવરો પણ, રસ્તા પર ફરતો જોવા મળ્યો સિંહ !
તમે છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન દિલ્હી મેટ્રોમાં બનેલી અશ્લીલ ઘટનાઓ વિશે સાંભળ્યું જ હશે અને સોશિયલ મીડિયા પર તેના સંબંધિત વાયરલ વીડિયો પણ જોયા હશે. આ અશ્લીલ ઘટનાઓ પર હંગામો થયા બાદ ડીએમઆરસીએ પણ કડક કાર્યવાહી કરવી પડી હતી. કારણ કે આ અશ્લીલ ઘટનાઓ પર દેશની જનતા નારાજ હતી.
હાલમાં આવો જ એક અન્ય વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કપલ જાહેરમાં કિસ કરતા જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક કપલ કોલેજની ખાલી જગ્યામાં ઉભા રહીને કિસ કરી રહ્યું છે. જ્યારે કપલ કિસ કરી રહ્યું છે ત્યારે ઘણા વિદ્યાર્થીઓ ત્યાંથી પસાર થઈ રહ્યા છે.
— Out of Context Human Race (@NoContextHumans) September 1, 2023
કપલને કિસ કરતા જોઈને એક વ્યક્તિ ગુસ્સે થઈ જાય છે અને કંઈક એવું કરે છે જેનાથી કપલની આખી મોજ પર પાણી ફરી જાય છે. વીડિયોમાં તમે આગળ જોશો કે જ્યારે કપલ એકબીજાને કિસ કરી રહ્યું હતું ત્યારે એક વ્યક્તિ દોડીને કપલ પાસે આવે છે. જો કે, ત્યાં પહોંચતા જ તેનો પગ લપસી ગયો અને તે નીચે પડી ગયો હતો. જ્યારે વ્યક્તિ પડે છે ત્યારે તેની સાથે કપલ પણ જમીન પર પડી જાય છે. આ ઘટના જોઈને આસપાસના લોકો ડરી ગયા હતા.
આ વીડિયોને જોઈને યુઝર્સ ખૂબ જ ફની રિએક્શન પણ આપી રહ્યા છે. એક યુઝરે કહ્યું, ‘વ્યક્તિને ઈર્ષ્યા એટલા માટે થઈ કે કદાચ તે સિંગલ હશે.’ જ્યારે અન્ય એક વ્યક્તિએ કહ્યું કે, ‘છોકરાએ તેની ગર્લફ્રેન્ડને બીજા છોકરા સાથે જોઈ, તેથી જ તેણે આવું કર્યું હશે.’
નોંધ: આ વીડિયોની TV9 ગુજરાતી પુષ્ટી કરતુ નથી તે માત્ર એક વાયરલ વીડિયો છે