Singing Viral Video: ઉઝબેકિસ્તાની સિંગરોએ શાસ્ત્રીય સુર રેલાવ્યા, ‘ભૂલ ભુલૈયા’ ગીત ગાઈને જીત્યા ભારતીયોના દિલ

|

May 10, 2023 | 3:27 PM

Singing Viral Video : શું તમે ક્યારેય કોઈ વિદેશી ગાયકને ભારતીય શાસ્ત્રીય ગીતો ગાતા જોયા છે? આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, જેમાં બે ઉઝબેકિસ્તાની ગાયકો 'ભૂલ ભુલૈયા'નું શાસ્ત્રીય ગીત ગાતા જોવા મળે છે.

Singing Viral Video: ઉઝબેકિસ્તાની સિંગરોએ શાસ્ત્રીય સુર રેલાવ્યા, ભૂલ ભુલૈયા ગીત ગાઈને જીત્યા ભારતીયોના દિલ
Uzbekistan singers singing Mere Dholna

Follow us on

Singing Viral Video : શાસ્ત્રીય ગીતો ગાવા એ એટલા સહેલા નથી કે કોઈ ગાઈ શકે. લોકોને આ શીખવામાં વર્ષો લાગે છે. તો પણ ઘણા એમાં પરફેક્ટ બની શકતા નથી. આજકાલ બાળકો પણ શાસ્ત્રીય સંગીતમાં રસ લેવા લાગ્યા છે અને તેઓ નાનપણથી જ શાસ્ત્રીય ગીતો શીખવા લાગ્યા છે. તમે ઘણા સિંગિંગ શોમાં બાળકોને શાસ્ત્રીય ગીતો ગાતા જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય કોઈ વિદેશી ગાયકને ભારતીય શાસ્ત્રીય ગીતો ગાતા જોયા છે? હા, આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, જેમાં બે ઉઝબેકિસ્તાની ગાયકો ‘ભૂલ ભુલૈયા’નું શાસ્ત્રીય ગીત ગાતા જોવા મળે છે.

આ પણ વાંચો : Singing Viral Video : દિલ્હી પોલીસના જવાને ગાયું કિશોર કુમારનું ગીત, લોકો સુરીલા અવાજના બન્યા ફેન

તમે ‘ભૂલ ભુલૈયા’નું ‘મેરે ઢોલના’ ગીત સાંભળ્યું જ હશે, જે શ્રેયા ઘોષાલ અને એમ.જી. શ્રીકુમારે પોતાના સુંદર અવાજમાં ગાયું છે. જો કે આ ગીત ઘણા ભારતીયોએ પોતાના અવાજમાં ગાયું છે, પરંતુ વિચારીને નવાઈ લાગે છે કે આ ગીત કોઈ વિદેશી ગાયકે ગાયું છે. જેમને હિન્દી અને શાસ્ત્રીય ગીતો બોલતા પણ આવડતું નથી તેમના અવાજમાં હિન્દી ગીતો સાંભળવું ખરેખર આશ્ચર્યજનક છે.

1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ
શું છે બ્લેક નાઝારેન, જેને ચુંબન કરવા માટે ઉમટી ભીડ, જુઓ Photos
કયા દેશને પતંગોનું ઘર કહેવામાં આવે છે?
શું તમને ટ્રકની પાછળ લખેલા 'OK TATA' અને 'Horn OK Please' નો અર્થ ખબર છે?
આદર જૈન અને અલેખા અડવાણી લગ્નગ્રંથિથી જોડાયા, જુઓ ફોટો
મહાકુંભની 'સૌથી સુંદર સાધ્વી' હર્ષા રિચારિયા કોણ છે? જુઓ ફોટો

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે બે ઉઝબેકિસ્તાની ગાયકો સુર રેલાવી રહ્યા છે અને ભારતીય શાસ્ત્રીય ગીતો ગાય છે જાણે કે તેઓ બાળપણથી હિન્દી ગીતો સાંભળતા અને ગાતા હોય. ઉઝબેકિસ્તાની ગાયકોની આ અદ્ભુત ગાયકીએ ભારતીયોના દિલ જીતી લીધા છે.

વીડિયો જુઓ

આ અદ્ભુત સિંગિંગ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર La Musica નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે. એક મિનિટ અને 6 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 7 હજારથી વધુ લોકોએ તેને લાઈક પણ કર્યો છે અને સેંકડો લોકોએ વિવિધ કોમેન્ટ્સ પણ કરી છે.

કેટલાક કહી રહ્યા છે કે બંનેનો અવાજ અદ્ભુત છે, તો કેટલાક કહે છે કે ‘આ માઇન્ડ બ્લોઇંગ પર્ફોર્મન્સ છે’. આ બંને કલાકારોનો આભાર વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી, જેમણે આટલી સરળતા અને પરફેક્શન સાથે હિન્દી ગીત ગાયું છે. બંને વચ્ચેનો તાલમેલ પણ અદ્ભુત છે.

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Next Article