AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મસ્તીખોર બાળકોની મસ્તીએ, વેકેશનનો મૂડ બગાડી નાખ્યો, એરપોર્ટથી ઘરે પરત ફર્યા, જુઓ વીડિયો

મહિલા રજાઓ માણવા માટે વેકેશન પર જઈ રહી હતી. બધી તૈયારીઓ કરી કાઢી અને સમયસર એરપોર્ટ પર પણ પહોંચી ગઈ હતી. જો કે, એરપોર્ટ પર હવે એવું તો શું બન્યું કે, એરપોર્ટ ઓથોરિટીએ તેને બહારનો રસ્તો બતાવ્યો અને ઘરે પરત ફરવાનું કહ્યું?

મસ્તીખોર બાળકોની મસ્તીએ, વેકેશનનો મૂડ બગાડી નાખ્યો, એરપોર્ટથી ઘરે પરત ફર્યા, જુઓ વીડિયો
| Updated on: May 02, 2025 | 4:03 PM
Share

સોશિયલ મીડિયા પર અવાર નવાર રોજ નવા વીડિયો વાયરલ થતાં હોય છે. હવે એવામાં વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેણે જોઈને લોકો અચંબિત થયા છે. વાત એમ છે કે, મહિલા રજાઓ માણવા માટે વેકેશન પર જઈ રહી હતી. બધી તૈયારીઓ કરી કાઢી અને સમયસર એરપોર્ટ પર પણ પહોંચી ગઈ હતી. જો કે, એરપોર્ટ પર એરપોર્ટ ઓથોરિટીએ તેનો પાસપોર્ટ જોઈને તેને બહારનો રસ્તો બતાવ્યો અને ઘરે પરત ફરવાનું કહ્યું.

મહિલાએ તેની સાથે બનેલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ વીડિયો જોઈને ઘણા લોકો હેરાન થયા અને એમાંય વીડિયો જોઈને તો પેટ પકડીને હસવા લાગ્યા. જણાવી દઈએ કે, મહિલાનું વેકેશન પર જવાનું સપનું તેના બાળકોએ જ તોડી નાખ્યું હતું.

પાસપોર્ટમાં જોવા મળી કલાકારી

મહિલાની બંને દીકરીઓ ખૂબ જ મસ્તીખોર હતી. જો કે, મહિલાએ વિચાર્યું ન હતું કે તેની બંને દીકરીઓ તેના પાસપોર્ટ સાથે પણ કઇંક ખરાબ કામ કરશે. વાત એમ છે કે, બંને દીકરીઓએ મહિલાના પાસપોર્ટમાં ડ્રોઈંગ બનાવી હતી. પાસપોર્ટમાં મહિલાના ફોટા સાથે કલાકારી કરવામાં આવી હતી. બીજું કે, પાસપોર્ટ દરમિયાન છોકરીઓએ તેમની માતા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. આ જોયા પછી એરપોર્ટ સ્ટાફે મહિલાને ટ્રાવેલિંગ કરવાની ના પાડી.

સ્ત્રી ગુસ્સે પણ ન થઈ શકી

છોકરીઓએ પાસપોર્ટમાં ડ્રોઈંગ બનાવીને તેમની માતા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. પાસપોર્ટમાં “આઈ લવ યુ મમ્મી” લખાયેલું છે અને પાસપોર્ટમાં મહિલાના ફોટા સાથે પણ કલાકારી કરવામાં આવી હતી. આ કલાકારી જોતાં જ એરપોર્ટ ઓથોરિટીએ તેને ટ્રાવેલિંગ કરતા અટકાવી દીધી હતી. વીડિયો જોઈને ઘણી મહિલાઓએ સ્ત્રી પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી અને ઘણી મહિલાઓએ પણ આને લગતા જ અનુભવો શેર કર્યા હતા.

આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">