પાણી પર ચાલતો જોવા મળ્યો હંસ ! લોકોએ કહ્યું અદ્ભૂત, જુઓ સુંદર વાયરલ વીડિયો

|

Oct 16, 2022 | 2:43 PM

શું તમે પક્ષીને વિચિત્ર રીતે પાણી પર ચાલતા જોયા છે ? જો નહીં, તો જુઓ આ વીડિયો જે વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક હંસ પાણીમાં મસ્તીભરી સવારી કરતો જોવા મળે છે.

પાણી પર ચાલતો જોવા મળ્યો હંસ ! લોકોએ કહ્યું અદ્ભૂત, જુઓ સુંદર વાયરલ વીડિયો
Swan Viral video
Image Credit source: Instagram

Follow us on

કુદરતે માનવીને સમાજમાં રહેવાની બુદ્ધિ અને વિવેક આપ્યો છે તો પ્રાણીઓને પણ તેમની પ્રવૃત્તિઓ આપી છે. આ સિવાય કેટલાક પ્રાણીઓ સ્વભાવે જંગલી હોય છે, જ્યારે કેટલાક પ્રાણીઓ ખૂબ જ મધુર અને કોમળ હૃદય ધરાવતા હોય છે. આ પક્ષીઓના જોવા જ ખૂબ મોટી વાત હોય છે. આવી સ્થિતિમાં, જ્યારે પણ તેમનો વીડિયો સામે આવે છે, ત્યારે લોકો તેને જોરદાર રીતે એકબીજા સાથે શેર કરે છે, આવો જ એક વીડિયો (Viral Video) હાલમાં સામે આવ્યો છે. જ્યાં એક હંસ (Swan Viral Video) પાણીમાં મસ્તી કરતો જોવા મળે છે.

જો કે તમે પક્ષીઓને ખુલ્લી હવામાં ઉડતા અને પાણીમાં સ્વિમિંગ કરતા જોયા હશે, પરંતુ શું તમે આ પક્ષીને વિચિત્ર રીતે ઉતરતા જોયા છે? જો નહીં, તો જુઓ આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક હંસ પાણીમાં મસ્તીભરી સવારી કરતો જોવા મળે છે.

Remove evil eye : ઘરની ખરાબ નજર કેવી રીતે ઉતારવી ? જુઓ Video
BSNLનો 84 દિવસનો સસ્તામાં સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, માત્ર આટલી કિંમત
કુંડળીમાં છે શની દોષ તો શનિદેવને અર્પણ કરો આ તેલનો દીવો
તમે વ્હાઇટ કોલર જોબ વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે પિંક, ગ્રે, બ્લુ અને ગોલ્ડ કોલર જોબ વિશે જાણો છો?
Girlfriend On Rent : અહીં ભાડે મળે છે ગર્લફ્રેન્ડ ! એક કલાકનું છે આટલું ભાડુ
ઘરના મુખ્ય દરવાજા પર કપૂરનું પાણી છાંટવાથી થશે આ ફાયદો

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક હંસ પાર્કની વચ્ચે આવેલા તળાવની સપાટી પર ઉતરતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તે પાણી પર વિચિત્ર રીતે ચાલતો જોવા મળે છે. અને સાથે જ પાણી પર દોડતો પણ જોવા મળે છે. ક્લિપ જોઈને એવું લાગી રહ્યું છે કે હંસ વિમાનની જેમ લેન્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે અને તે આ વીડિયોમાં ચપ્પુની જેમ પગ ચલાવતો જોવા મળી રહ્યો છે.

આ વીડિયો roysrolls1 નામના એકાઉન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી લાખો લોકો તેને જોઈ ચૂક્યા છે અને 34 હજારથી વધુ લોકોએ તેને લાઈક પણ કર્યું છે. તેમજ લોકો આ વીડિયો પર કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

એક યુઝરે લખ્યું, ‘મને લાગે છે કે લેન્ડિંગ વખતે તેણે વિમાન જોઈ લીધું હશે.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘તેમની મજા પણ અલગ લેવલની છે ભાઈ.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આ વીડિયો ખુબ સુંદર છે.

Next Article