Rakesh Jhunjhunwalaએ ‘કજરા રે’ સોન્ગ પર કર્યો હતો ડાન્સ, જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

Rakesh Jhunjhunwala Viral Video : રાકેશ ઝુનઝુનવાલાનું આજે નિધન થયુ છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા પર રાકેશ ઝુનઝુનવાલાના ડાન્સનો જૂનો વીડિયો વાયરલ થયો છે.

Rakesh Jhunjhunwalaએ 'કજરા રે' સોન્ગ પર કર્યો હતો ડાન્સ, જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ
Rakesh Jhunjhunwala Dance VideoImage Credit source: twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2022 | 10:45 PM

દેશના દિગ્ગજ રોકાણકાર અને શેરબજારની દુનિયામાં બિગ બુલ (Big Bull) અને ભારતના વોરેન બફેટ તરીકે પ્રખ્યાત રાકેશ ઝુનઝુનવાલાનું આજે નિધન થયું છે. તેઓએ 62 વર્ષની વયે તેઓ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને વ્યવસાયે રોકાણકાર હતા. ફોર્બ્સ બિલિયોનેર્સ ઈન્ડેક્સ પર ઉપલબ્ધ ડેટા અનુસાર તેઓ $5.8 બિલિયનની નેટવર્થ સાથે વિશ્વના 438મા સૌથી ધનિક વ્યક્તિ હતા. તેઓ પોતાની જિંદાદિલી માટે જાણીતા હતા. તેઓ વચ્ચે વડાપ્રધાન સાથેની મુલાકાતમાં પોતાના અવ્યવસ્થિત શર્ટના કારણે ભારતમાં ચર્ચામાં આવ્યા હતા. તેમનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Rakesh Jhunjhunwala Viral Video) થયો છે.

તેઓ છેલ્લે 7 ઓગસ્ટના દિવસે લોકો વચ્ચે દેખાયા હતા. અકાસા એયરલાઈન્સના લોન્ચિગ વખતે તેમણે ભાષણ આપ્યુ હતુ અને લોકો સાથે વિમાનમાં મુસાફરી પણ કરી હતી. લોકો તેમને એક જિંદાદિલ માણસ તરીકે જ ઓળખતા હતા. હાલમાં તેમના ડાન્સનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તેઓ પ્રખ્યાત સોન્ગ કજરા રે પર ડાન્સ કરી રહ્યા છે. તેઓ વ્હીલચેર બેસીને આ ડાન્સ કરી રહ્યા છે. આ વીડિયો 2021 દરમિયાનના એક ગેટ ટુ ગેધર પાર્ટીનો છે. આ વીડિયોમાં તેઓ પોતાના પરિવાર અને મિત્રો સાથે આનંદનો સમય પસાર કરી રહ્યા છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

આ રહ્યો રાકેશ ઝુનઝુનવાલાના ડાન્સનો વાયરલ વીડિયો

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો તેમની જિંદાદિલીની પ્રશંસા કરી રહ્યા છે. આટલી સ્વાસ્થ્ય સમસ્યાઓ હોવા છતા તેમણે પોતાના જીવનો છેલ્લો સમય આનંદથી જીવયો હતો. લોકો તેમને યાદ પણ કરી રહ્યા છે. શેર માર્કેટમાં ઈન્વેસ્ટ કરનારા લોકો માટે તેઓ એક મેન્ટર સમાન હતા. સોશિયલ મીડિયા પર લોકો તેમને ખુબ યાદ કરી રહ્યા છે. લોકોએ આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા આપતા એવી કોમેન્ટ પણ કરી છે કે, તમે હંમેશા યાદ રહેશો. એક બીજા યુઝરે કહ્યુ છે કે, તમે અમારા માટે આઈડલ હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">