Gujarati NewsTrendingMaharashtra Jharkhand Assembly election results Funny memes go viral
89 બાર ‘હારલે જી’…મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણી પરિણામો સામે આવતા મજેદાર મીમ્સ થયા વાયરલ
મહારાષ્ટ્રમાં ભાજપ જીત તરફ આગળ વધી રહ્યું છે. તો બીજી તરફ ગુજરાતની વાવ બેઠકની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. ત્યારે આ બધાની વચ્ચે મજેદાર મીમ્સ વાયરલ થઈ રહ્યા છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના વલણો પરથી સ્થિતિ લગભગ સ્પષ્ટ છે. મહારાષ્ટ્રમાં એનડીએ બમ્પર બહુમતી તરફ આગળ વધી રહ્યું છે. તો ઝારખંડની જીત હેમંત સોરેનના હાથમાં હોય તેવું લાગી રહ્યું છે. ભારત ગઠબંધન બહુમતી સાથે જીત તરફ આગળ વધી રહ્યું છે. તો બીજી તરફ ગુજરાતની વાવ બેઠકની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. ત્યારે આ બધાની વચ્ચે મજેદાર મીમ્સ વાયરલ થઈ રહ્યા છે.
મહારાષ્ટ્રમાં ભાજપ જીત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર રાહુલ ગાંધી પર કટાક્ષ કરતી એક પોસ્ટ કરી છે, જેમાં પારલે-જી બિસ્કિટના પેકેટનો એક ફોટો પોસ્ટ મુક્યો છે, જેમાં રાહુલ ગાંધીનો ફોટો છે અને લખ્યું છે, 89 બાર હારલે-જી, આ ઉપરાંત કોર્નર પર બાલક બુદ્ધિ પણ લખ્યું છે, આ પોસ્ટ પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ ઉપરાંત એક યુઝર્સે તારક મહેતા કા ઉલ્ટા ચસ્મા એપિસોડના એક વીડિયોને એડિટ કરીને ફની વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ ઉદ્ધવ ઠાકરેના વિદાય આપી રહ્યા છે, તે પ્રકારનો ફની વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ પોસ્ટને 3200 કરતાં વધુ લોકોએ રિપોસ્ટ કરી છે. આ ઉપરાંત પણ કેટલાક મજેદાર મીમ્સ વાયરલ થયા છે…