Viral: પાણીપુરી સાથે આવો અત્યાચાર, વીડિયો શેર કરનારે લખ્યું પોતાના જોખમે જુઓ

હાલ સોશિયલ મીડિયા પર 'મેગી પાણીપુરી' (Maggi PaniPuri)એ નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું છે. વાયરલ વીડિયો જોયા બાદ લોકો માથું પકડીને કહી રહ્યા છે કે લાગે છે કે દુનિયાનો અંત નજીક છે.

Viral: પાણીપુરી સાથે આવો અત્યાચાર, વીડિયો શેર કરનારે લખ્યું પોતાના જોખમે જુઓ
Maggi Panipuri (Image Credit Source: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 2:48 PM

સ્વાદને નવો ટ્વિસ્ટ આપવા માટે ક્રિએટિવ બનવું અથવા ખોરાક સાથે ફ્યુઝન કરવું સારું છે. પરંતુ એક્સપેરિમેન્ટ નામે વાનગીઓ સાથે ચેડા (Weird food combinations)બિલકુલ સહન કરવામાં આવશે નહીં. તેવું લોકોનું કહેવું છે. હાલ સોશિયલ મીડિયા પર ‘મેગી પાણીપુરી’ (Maggi PaniPuri)એ નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું છે. વાયરલ વીડિયો જોયા બાદ લોકો માથું પકડીને કહી રહ્યા છે કે લાગે છે કે દુનિયાનો અંત નજીક છે. કારણ કે એક સમય હતો જ્યારે લોકો ગોલગપ્પા કે પાણીપુરી માટે ખાટા, મીઠા અને તીખા પાણીની પસંદગી કરતા હતા. પણ એક પાણીપુરીના ભાઈએ તો હદ વટાવી દીધી. આ લોકો પાણીપુરી(Panipuri)માં બટાકાને બદલે મેગી નાખીને લોકોને સર્વ કરી રહ્યા છે.

આ વીડિયો માત્ર 11 સેકન્ડનો છે, પરંતુ તેને જોયા બાદ લોકોનો ગુસ્સો સાતમાં આસમાને છે. આ જોઈને ઘણા ગોલગપ્પા પ્રેમીઓ આઘાતમાં છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે આપણી પાણીપુરી સાથે કેવો અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. ગોલગપ્પા મસાલો, જે આપણને બધાને સૌથી વધુ ગમે છે. દુકાનદારે તેની સાથે ચેડા કર્યા છે. તમે જોઈ શકો છો કે ગોલગપ્પામાં બટાકાની જગ્યાએ મેગી ભરાઈ રહી છે. આ વીડિયો ખરેખર ચોંકાવનારો છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

મેગી પાણીપુરીનો આ વીડિયો ટ્વિટર પર @Iyervval હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું, ‘ખૂબ જ પરેશાન કરનાર અને ડિસ્ટર્બ કરનાર વીડિયો. દર્શકો આને પોતાના જોખમે જુએ!’ એક દિવસ પહેલા શેર કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 74 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ સિવાય ઘણા લોકોએ આ વીડિયો પર પોતાના ફીડબેક આપ્યા છે.

એક યુઝર કહે છે કે તે એટલું ખરાબ નથી. જો જોવામાં આવે તો, ફન્ટા મેગી, ગુલાબ જાંબુના ભજીયા અને ગુલાબ જાંબુના પરોઠા હજુ પણ ટોપ પર છે. ત્યારે અન્ય એક યુઝર કહે છે કે આ જોઈને, મારી ભૂખ મરી ગઈ છે. તેવી જ રીતે અન્ય એક યુઝર કહે છે કે આવી વસ્તુઓ જોવાથી ઉલ્ટી થાય છે. આ સિવાય કેટલાક યુઝર્સે આવા વેન્ડર્સ પર પ્રતિબંધ મૂકવાની પણ માગ કરી છે. એકંદરે પાણીપુરીની આ ફ્યુઝન રેસીપી જોઈને લોકોના મોં બગડી ગયા છે.

આ પણ વાંચો: PM Kisan Scheme: પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ત્રણ વર્ષ પૂર્ણ, ખેડૂતોને મળ્યો 1.82 લાખ કરોડ રૂપિયાનો લાભ

આ પણ વાંચો: પિતા-પુત્રીના આ ક્યુટ Viral વીડિયોએ 13 કરોડથી વધુ લોકોના દિલ તો જીત્યા સાથે ખુબ હસાવ્યા

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">