પિતા-પુત્રીના આ ક્યુટ Viral વીડિયોએ 13 કરોડથી વધુ લોકોના દિલ તો જીત્યા સાથે ખુબ હસાવ્યા

તમે જોયું જ હશે કે જો બાળકો ઘરમાં રહે છે, તો તેઓ કોઈને કોઈ મસ્તી કરતા રહે છે. ક્યારેક તેઓ કંઈક ઢોળી દે છે, ક્યારેક તેઓ કંઈક તોડી નાખે છે અને જો ભૂલથી તેમના હાથમાં પેન અથવા કલર પેન્સિલ આવી જાય છે, તો શું કહેવું. જુઓ વીડિયો.

પિતા-પુત્રીના આ ક્યુટ Viral વીડિયોએ 13 કરોડથી વધુ લોકોના દિલ તો જીત્યા સાથે ખુબ હસાવ્યા
Father daughter cute and funny video (Image Credit Source: Instagram)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 1:13 PM

પિતા અને પુત્રી વચ્ચેનો સંબંધ વિશ્વનો સૌથી અનોખો સંબંધ છે. તમે ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે દીકરો તેની માતાની વધુ નજીક હોય છે, જ્યારે દીકરીઓ તેના પિતાની સૌથી વધુ નજીક હોય છે. જ્યાં એક પિતા માટે તેની પુત્રી વિશ્વની સૌથી સુંદર અને શ્રેષ્ઠ પુત્રી હોય છે, ત્યારે પુત્રીઓ માટે પણ પોતાના પિતા સુપરહીરો કરતા કંઈ ઓછા નથી. આજકાલ સોશિયલ મીડિયા પર પિતા-પુત્રીનો એક વીડિયો ખૂબ વાયરલ (Viral Videos)થઈ રહ્યો છે, જેણે દરેકનું દિલ જીતી લીધું છે.

તમે જોયું જ હશે કે જો બાળકો ઘરમાં રહે છે, તો તેઓ કોઈને કોઈ મસ્તી કરતા રહે છે. ક્યારેક તેઓ કંઈક ઢોળી દે છે, ક્યારેક તેઓ કંઈક તોડી નાખે છે અને જો ભૂલથી તેમના હાથમાં પેન અથવા કલર પેન્સિલ આવી જાય છે, તો શું કહેવું. વાયરલ થઈ રહેલા વીડિયોમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

દીકરીના હાથમાં ક્યાંકથી કાળા રંગની પેન આવી છે, જેના પછી તે પોતાની કલા બતાવતી જોવા મળે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે દીકરીએ માત્ર પોતાના શરીરને પેનથી દોર્યું નથી, પરંતુ તેના પિતાના શરીરને પણ લીટા દોરેલા જોવા મળે છે. સાથે જ પિતા પણ દીકરીની આ શરારત અવગણીને પલંગ પર આરામથી સૂઈ રહ્યા છે અને દીકરી આડેધડ તેના શરીર પર પેન ચલાવી રહી છે. હવે છોકરીની આવું તોફાન જોઈને હસવું નહી આવે તો બીજું શું આવશે. આ વીડિયો ખુબ જ ફની છે.

View this post on Instagram

A post shared by Baby Video (@videom.bebek)

આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર videom.bebek નામથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં રેકોર્ડ 134 મિલિયન એટલે કે 13.4 કરોડ વ્યૂઝ મળ્યા છે, જ્યારે 3.6 મિલિયન એટલે કે 36 લાખથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. .

લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. આ વીડિયોને જોઈને કેટલાક લોકોને તેમનું બાળપણ યાદ આવી ગયું છે તો કેટલાક લોકોએ આ વીડિયોને ખૂબ જ ફની ગણાવ્યો છે, જેને જોઈને હસવું આવી જાય છે.

આ પણ વાંચો: Tech News: Facebook એ કર્યું કમાલનું ફિચર્સ લોન્ચ, એડિટિંગ માટે પણ આપ્યા નવા ટુલ્સ

આ પણ વાંચો: Anand Mahindra Tweet: જૂગાડથી ટ્રેક્ટરને બનાવી દીધી જીપ, આનંદ મહિન્દ્રા પણ કારીગરી પર થયા ફિદા

g clip-path="url(#clip0_868_265)">