PM Kisan Scheme: પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ત્રણ વર્ષ પૂર્ણ, ખેડૂતોને મળ્યો 1.82 લાખ કરોડ રૂપિયાનો લાભ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 ફેબ્રુઆરી 2019ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુરથી આ યોજનાની ઔપચારિક શરૂઆત કરી હતી. જ્યારે તેની બિનસત્તાવાર શરૂઆત 1લી ડિસેમ્બર 2018થી કરવામાં આવી હતી.
મોદી સરકાર દ્વારા ખેડૂતો માટે શરૂ કરવામાં આવેલી સૌથી મોટી યોજના, પીએમ કિસાન સન્માન નિધિ યોજના (PM-Kisan Scheme) એ ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “આ યોજના નાના ખેડૂતો માટે મોટી મદદ તરીકે ઉભરી આવી છે. આ અંતર્ગત દેશના લગભગ 11 કરોડ ખેડૂતોને 2 લાખ કરોડ રૂપિયાથી વધુની સહાય આપવામાં આવી છે. આ યોજનામાં પણ તમે સ્માર્ટનેસનો અનુભવ કરી શકો છો. માત્ર એક ક્લિકથી 10 થી 12 કરોડ ખેડૂતો (Farmers)ના ખાતામાં પૈસા સીધા ટ્રાન્સફર થાય છે. જણાવી દઈએ કે વડાપ્રધાને 24 ફેબ્રુઆરી 2019ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુરથી આ યોજનાની ઔપચારિક શરૂઆત કરી હતી. જ્યારે તેની બિનસત્તાવાર શરૂઆત 1લી ડિસેમ્બર 2018થી કરવામાં આવી હતી.
દેશમાં પ્રથમવાર ખેડૂતોના બેંક ખાતામાં સીધા નાણાં મોકલનારી આ યોજના સત્તાધારી પક્ષ માટે પણ એક મોટું ચૂંટણી શસ્ત્ર સાબિત થઈ છે. કારણ કે દેશમાં 86 ટકા નાના અને સીમાંત ખેડૂતો છે, જેમના જીવનમાં વાર્ષિક 6000 રૂપિયાની રકમ મહત્વપૂર્ણ છે. તેમના 11 કરોડથી વધુ લાભાર્થીઓ પણ એક વોટ બેંક છે. તેથી જ ભાજપના નેતાઓ વારંવાર કહેતા રહે છે કે કોંગ્રેસના શાસન જેટલું કૃષિ મંત્રાલયનું કુલ બજેટ હતું. તેના કરતા ઘણી વધારે રકમ તો હવે સીધા ખેડૂતોના બેંક ખાતામાં પહોંચી રહી છે.
કેટલા લાભાર્થીઓ, કેટલા ફાયદા
પીએમ કિસાન યોજના હેઠળ કેન્દ્ર સરકાર વાર્ષિક 14.5 કરોડ લોકોને પૈસા આપવા માંગતી હતી. પરંતુ અત્યાર સુધી માત્ર સવા 11 કરોડ લાભાર્થીઓ છે, જેમને ત્રણ વર્ષમાં 1.82 લાખ કરોડ રૂપિયા મળ્યા છે. હાલમાં, લગભગ 3 કરોડ ખેડૂતોએ નોંધણી કરાવી નથી અથવા તેઓ તેની શરતોના દાયરામાં આવતા નથી. રાજનેતાઓ અને અધિકારીઓ આ નાણામાં ભ્રષ્ટાચાર ન કરી શકે તે માટે પ્રથમ વખત કેન્દ્ર સરકારે ખેડૂતોના બેંક ખાતામાં સીધા પૈસા મોકલવાનું શરૂ કર્યું હતું. આ અંતર્ગત નોંધાયેલા ખેડૂત પરિવારોને ત્રણ હપ્તામાં વાર્ષિક 6000-6000 રૂપિયા આપવામાં આવી રહ્યા છે.
તમે પણ લાભ લો
આ યોજના માટે નોંધણી હજુ ચાલુ છે. જો તમે આવકવેરાદાતા નથી અને તમારી પાસે ખેતીલાયક જમીન છે તો તમે તેમાં નોંધણી કરાવી શકો છો. આ યોજનામાં ખેડૂત પરિવાર એટલે પતિ-પત્ની અને 18 વર્ષથી નીચેના બાળકો. આ સિવાય જો કોઈનું નામ કૃષિના કાગળોમાં હોય તો તેના આધારે તે અલગ લાભ લેવા પાત્ર છે.
પૈસા વધારવાની માગ કરી રહ્યા છે નિષ્ણાતો
આ યોજના ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય છે. કારણ કે તેમાં એક પણ પૈસો ભ્રષ્ટાચારનો શિકાર નથી થઈ રહ્યો. તેથી જો તેની માત્રામાં વધારો કરવામાં આવે તો ખેડૂતોનું આર્થિક સ્વાસ્થ્ય સુધરશે તેવું કૃષિ તજજ્ઞોનું માનવું છે. તેઓ માને છે કે ખેડૂતોને સીધા પૈસા આપવાથી વધુ ફાયદો થાય છે. કારણ કે અન્ય યોજનાઓ દ્વારા મોકલવામાં આવતા નાણાં નેતાઓ અને અધિકારીઓ સાથે મળીને ચાઉ કરી જાય છે. તેનો લાભ ખેડૂતો સુધી પહોંચતો નથી.
ક્યા લોકોએ આ યોજનાના નાણાં વધારવાનું સૂચન કર્યું
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના ગ્રુપ ચીફ ઈકોનોમિક એડવાઈઝર સૌમ્ય કાંતિ ઘોષે પીએમ કિસાન યોજનાના નાણાને વધારીને 8000 રૂપિયા કરવાની સલાહ આપી છે. સ્વામીનાથન ફાઉન્ડેશને તેને વાર્ષિક રૂ. 15,000 કરવાનું સૂચન કર્યું હતું. કૃષિ નિષ્ણાત બિનોદ આનંદે 24 હજાર રૂપિયા અને કિસાન શક્તિ સંઘના પ્રમુખ પુષ્પેન્દ્ર સિંહે દર મહિને 2000 રૂપિયાની માંગણી કરી હતી.
આ પણ વાંચો: પિતા-પુત્રીના આ ક્યુટ Viral વીડિયોએ 13 કરોડથી વધુ લોકોના દિલ તો જીત્યા સાથે ખુબ હસાવ્યા
આ પણ વાંચો: આકસ્મિક તણાવ અને બર્નઆઉટ, આ આદતથી તમારું માનસિક સ્વાસ્થ્ય આવી શકે છે ખતરામાં