RG Kar રેપ કેસના વિરોધમાં એક્ટ્રેસે કર્યું એવું તાંડવ, વાયરલ થયો Video
કોલકાતામાં RG Karની ઘટના સામે વિરોધ પ્રદર્શન ચાલુ છે. અભિનેત્રી મોક્ષ સેનગુપ્તાએ શહેરમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો જેમાં તે મહિલાઓની અસુરક્ષાને લઈ વિરોધ કરતી જોવા મળી હતી.
Mokksha Sengupta Viral Video: કોલકાતામાં તાલીમાર્થી મહિલા ડોક્ટર સાથે બનેલી ઘૃણાસ્પદ ઘટનાને કારણે સમગ્ર દેશમાં ગુસ્સાનું વાતાવરણ છે. છેલ્લા કેટલાય દિવસથી લોકો આ RG Kar રેપ અને મર્ડર કેસનો વિરોધ કરી રહ્યા છે.
મહિલાઓની અસુરક્ષાને લઈ શહેરભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ખાસ કરીને કોલકાતામાં ચોવીસ કલાક દેખાવો ચાલી રહ્યા છે. વિવિધ સમાજના લોકો આમાં જોડાઈ રહ્યા છે. આમાંના એક અનોખા વિરોધના વીડિયોએ સોશિયલ મીડિયા પર ઘણું ધ્યાન ખેંચ્યું છે.
ગીત પર જોરદાર તાંડવ નૃત્ય કર્યું
ખાસ વાત એ છે કે આ વિરોધમાં બંગાળી અભિનેત્રી મોક્ષ સેનગુપ્તાએ પણ ભાગ લીધો હતો અને ગુસ્સામાં ડાન્સ કરતી જોવા મળી હતી. મોક્ષ સેનગુપ્તાએ કવિ કાઝી નઝરુલ ઈસ્લામના ગીત પર જોરદાર તાંડવ નૃત્ય કર્યું છે. તેનો વીડિયો ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે.
Ongoing protests in Kolkata after the rape and death of the doctor at #RGKarMedicalCollegeHospital has created a kind of history in creative thinking, planning and execution of the street protests. It reminds some of the protests at Shaheen Baug in New Delhi. Kolkata is taking… pic.twitter.com/y657zHDmq0
— Sheela Bhatt शीला भट्ट (@sheela2010) September 16, 2024
31 ઓગસ્ટના રોજ, દક્ષિણ કોલકાતાના સંતોષપુરમાં એક NGO દ્વારા આયોજિત સ્ટ્રીટ પરફોર્મન્સમાં મોક્ષે મહિલાઓ પર થતા અત્યાચારનો વિરોધ કર્યો હતો. તેનો સ્ટ્રીટ ડાન્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો છે.
મોક્ષ સેનગુપ્તા એક બંગાળી અભિનેત્રી છે જે દક્ષિણ ભારતીય સિનેમામાં તેના કામ માટે જાણીતી છે. અભિનયમાં આવતા પહેલા તે શિક્ષિકા હતી. તેણે દક્ષિણ ભારતમાં જતા પહેલા બંગાળી ફિલ્મોમાં કારકિર્દી શરૂ કરી હતી. હવે તે મલયાલમ, તમિલ અને તેલુગુ સિનેમામાં કામ કરે છે.
કલાકાર તરીકે, મેં રસ્તાઓ પર વિરોધ કરવાનું પસંદ કર્યું
વીડિયો વાયરલ થયા બાદ મોક્ષે તેના વિશે વાત કરતા કહ્યું, “જ્યારે મેં પહેલીવાર આ ઘટના વિશે સાંભળ્યું ત્યારે હું હૈદરાબાદમાં હતી. કોલકાતામાં બનેલી આ ઘૃણાસ્પદ ઘટના વિશે મને જાણ થતાં જ હું વિરોધ કરવા માટે મારા શહેરમાં આવી. એક કલાકાર તરીકે, મેં રસ્તાઓ પર વિરોધ કરવાનું પસંદ કર્યું અને લોકોને કલા દ્વારા મહિલાઓની સુરક્ષા પર વિચાર કરવા કહ્યું.
કોલકાતાની RG Kar મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટના બની હતી. જેમાં મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. સુપ્રીમ કોર્ટ મંગળવારે આ કેસની સુનાવણી કરશે.