હાલમાં ચાલી રહેલા બાગેશ્વર ધામ સરકારનો મુદ્દો ઘણો ચગ્યો છે અને સચ્ચાઈના પારખા સાથે સોશ્યલ મિડિયા પર પણ ધર્મ યુદ્ધ છેડાઈ ચુક્યુ છે. સોશ્યલ મિડિયા પર મિમ્સ બની રહ્યા છે તો બીજા બધા એકબીજા પર ટ્વિટર વિડિયો શેર કરીને નિશાન સાધી રહ્યા છે ત્યારે સવાલ એ થાય છે કે શું માત્ર હિંદુ ધર્મમાંજ અંધશ્રદ્ધા છે કે પછી તેના નક્કી કરેલા વિડિયોને વાયરલ કરીને સાચા સાધુઓને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની પાતળી ભેદરેખા આ મુદ્દે ઘણુ કહી જાય છે પણ અમે આ તબક્કે હાલના સમયે ચાલી રહેલા કેટલાક ટ્રેન્ડીંગ વિડિયો બતાવવા જઈ રહ્યા છે અને અંદર યુઝર્સ દ્વારા કરવામાં આવેલી કોમેન્ટને પણ આપ વાંચી શકશો અને તેના આધારે આપ નક્કી કરો કે હાલમાં એક જ ધર્મ પર નિશાન સાધવામાં આવી રહ્યું છે કે પછી ઢોંગીઓનો ધંધો ધર્મે ધર્મે ફેલાયેલો છે પણ હાલના સમયમાં ચાલી રહ્યું છે કઈંક અલગ.
ये बागेश्वर धाम वाले बाबा हैं क्या? pic.twitter.com/z04BCOo52K
— The Frustrated Indian (@FrustIndian) January 20, 2023
આ સાથે જ આ વિડિયોમાં યુઝર્સ અને ટ્રોલર્સની ફૌજ પણ વિડિયો પર કોમેન્ટ આપવા માટે તુટી પડે છે. ધર્મ નામના યુઝર્સે તરત જ એક વિડિયો પોસ્ટ કર્યો છે અને તેમા લખવામાં આવ્યું છે કયા ધર્મમાં આ નથી
@chitraaum @ShyamManav3 👇https://t.co/LdG9x0BCrs
— Dharm (@rajivrocks15) January 20, 2023
આ વચ્ચે અવી ગુપ્તા એ પણ વિડિયો શેર કર્યો છે અને તેમા દેખાઈ રહ્યું છે કે મૌલવી જેવો દેખાતો બાબા રમકડાની બંદુકથી કોઈ મહિલાનો ઈલાજ કરી રહ્યો છે અને ત્યાં બેસેલા લોકો તે જોઈ રહ્યા છે.
और यह वाले है क्या ? pic.twitter.com/J5tO4H6BBx
— Avee Gupta (@LucknowBale) January 20, 2023
આ સાથે જ હોલી વોટર ઝીલી રહેલા શ્રદ્ધાળુઓનો વિડિયો પણ તમને જોવા મળશે. જેમ જેમ આ ટ્વિટર વિડિયોની થ્રેડ આગળ વધે છે તેમતેમ વિવિધ વાયરલ વિડિયોને મુકીને એ સાબિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે અંધશ્રદ્ધા કે શ્રદ્ધા એ કોઈ એક ધર્મનો જ ઈજારો નથી ઠેરઠેર આ દુષણ ફેલાયેલુ છે.
— Bhushan (@bhushan_bay) January 20, 2023
ઘણા બધા યુઝર્સ વચ્ચે પોતાનો ધર્મ સાચો છે કે પછી જે બાબા કરી રહ્યા છે તેના પર સવાલ ઉઠાવવાના બદલે વિડિયો શેર કરીને વાચકો પર છોડવામાં આવી રહ્યું છે કે જે બાબાઓ કે પાદરી કે પછી મૌલવી દ્વારા જે કરવામાં આવી રહ્યું છે તે સાચુ છે કે નહી
— Bhushan (@bhushan_bay) January 20, 2023
ટીવી 9 દ્વારા આ સ્ટોરીના માધ્યમથી એ જ સંદેશો આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે સોશ્યલ મિડિયા પર ચાલી રહેલા વિડિયો વોરના માધ્યમથી તમને ભલે લાગી રહ્યું હોય પરંતુ છેલ્લે તો પોતાની બુદ્ધીનો જ ઉપયોગ કરીને જ આગળ વધવુ જોઈએ. જમાનાઓથી ચાલતી આવતી શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની ખાઈ મોટી છે અને તેને લઈને ઈતિહાસ પણ લખાઈ ચુક્યા છે ત્યારે દરેકે સામાન્ય બુદ્ધી અને સરળતા સાથે આગળ વધવાની જરૂરત છે.