AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જુગાડનો જમાનો, વીજળી બચાવવા પ્રેશર કૂકરનો આવો ઉપયોગ જોઈને લોકો ચોંકી ગયા, જુઓ વાયરલ વીડિયો

વીજળી બચાવો, પર્યાવરણ બચાવો આજ સુધી સાંભળ્યું હશે પણ આજે તમે જોઈલો. કારણ કે તમે આજ સુધી ઘણા વીડિયો જોયા જ હશે. પરંતુ અત્યારે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે જોયા પછી તમારા મગજમાં ફ્યુઝ ઉડી જશે. આ વીડિયોમાં યુવતીએ પ્રેસર કુકરનો એવો જુગાડ કર્યો છે કે, લોકો જોતાં રહી ગયા. 

જુગાડનો જમાનો, વીજળી બચાવવા પ્રેશર કૂકરનો આવો ઉપયોગ જોઈને લોકો ચોંકી ગયા, જુઓ વાયરલ વીડિયો
| Updated on: Mar 15, 2024 | 11:52 AM
Share

લોકો ભારતને ‘જુગાડનો દેશ’ કહે છે. કારણ કે અહીં જન્મેલા દરેક વ્યક્તિના જુગાડ લોહીમાં સમાયેલું છે. ભારતના લોકો દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહે છે કારણ કે કોઈને ખબર નથી કે તેમને ક્યારે જુગાડનો આશરો લેવો પડશે.

ઘર સુધી મફત વીજળી મેળવવાથી લઈને લોકો વીજળી બચાવવા માટે પણ તેમના મગજનો ઉપયોગ કરે છે. જ્યારે અન્ય લોકોને આવા લોકોની યુક્તિઓની જાણ થાય છે, ત્યારે તેઓ પણ માથું પકડીને બેસી જાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર પણ આવો જ એક વીડિયો જોવા મળી રહ્યો છે.

શું છે આ વાયરલ વીડિયોમાં ?

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક છોકરી રસોડામાં ઉભી જોવા મળી રહી છે. તેણે ઈલેક્ટ્રોનિક સ્ટવ પર કૂકર મૂક્યું છે. છોકરી કદાચ કંઈક રાંધી રહી છે કારણ કે તે કૂકરની સીટી વાગે તેની રાહ જોઈ રહી છે. રસોડામાં કૂકરની સીટી વાગતાં જ તે તરત જ સ્ટવ બંધ કરી દે છે અને કૂકરને તેના રૂમમાં લઈ જાય છે.

ત્યાં તેણે પહેલેથી જ બેડ પર એક શર્ટ મૂક્યો છે જેને પ્રેસ કરવાની જરૂર છે. તે પછી છોકરી તે જ ગરમ કૂકરથી તે શર્ટને પ્રેસ કરતી જોવા મળે છે. યુવતીની આ અદ્ભુત યુક્તિએ લોકોને ચોંકાવી દીધા છે.

આ વીડિયોને @coolfunnytshirt નામના પેજ દ્વારા માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવ્યો છે. વિડિયો સાથેના કેપ્શનમાં ‘વીજળી બચાવો, પર્યાવરણ બચાવો’ લખેલું છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 2 લાખ 92 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું- મેં પ્રેશર કૂકરનો આટલો ક્રિએટિવ ઉપયોગ ક્યારેય જોયો નથી.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">