Barack Obama Speak Shah Rukh Khan Dialogue: બાદશાહ ઓફ બોલીવૂડ શાહરુખ ખાન 25 જાન્યુઆરીએ રિલીઝ થનારી ફિલ્મ ‘પઠાન’ને લઈને જબરજસ્ત ચર્ચામાં છે. જ્યારે આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે, ત્યારે લોકોમાં આ ફિલ્મને લઈને જબરજસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. પરંતુ ફિલ્મનું પહેલું ગીત ‘બેશરમ રંગ’ રિલીઝ થયા બાદ ફિલ્મને પણ ઘણાં વિવાદોનો સામનો કરવો પડ્યો હતો.
વિવાદો વચ્ચે સોશિયલ મીડિયા પર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ શાહરૂખ ખાનનો પોપ્યુલર ડાયલોગ ‘બડે બડે દેશ મેં છોટી છોટી બાતેં હોતી રહેતી હૈ’ બોલતા જોવા મળી રહ્યા છે.
બરાક ઓબામાનો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે પોતાના ભાષણમાં ઓબામા પહેલા શાહરૂખનો ઉલ્લેખ કરે છે અને પછી તેમની બ્લોકબસ્ટર ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’નો પોપ્યુલર ડાયલોગ બોલે છે. તેઓ કહે છે, “સૈનોરિટા… બડે બડે દેશોમાં..” પરંતુ તે આખો ડાયલોગ બોલતો નથી અને આગળ કહે છે, “આપ જાનતે હૈ, મેરા મતલબ કિયા હૈ.” તમને જણાવી દઈએ કે બરાક ઓબામાનો આ વીડિયો વર્ષ 2015નો છે, જ્યારે તેઓ ત્રણ દિવસના ભારતીય પ્રવાસ પર આવ્યા હતા. દિલ્હીના સિરી ફોર્ટ ઓડિટોરિયમમાં તેમને આ ભાષણ આપ્યું હતું.
PROUD OF SHAH RUKH KHAN Number 4 par hain lot’s of love SRKain
— . خان صاب (@imkhansaab07) January 8, 2023
ઓબામાની આ સ્પીચ પછી શાહરૂખ ખાનની પ્રતિક્રિયા પણ આવી. તેને ટ્વીટમાં લખ્યું, “રાષ્ટ્રપતિ ઓબામાના જેન્ડર અને રિલિઝન ઈ્કવાલિટીના ભાષણનો ભાગ બનવા પર ગર્વ છે. પણ મને એ વાતનું દુઃખ છે કે તે ભાંગડા ન કરી શક્યા. આવતી વખતે છૈયાં છૈયાં પક્કા.
Proud 2 b part of the gender & religion equality speech of Pres. Obama. Sad he couldn’t do the Bhangra…next time Chaiyya Chaiyya for sure
— Shah Rukh Khan (@iamsrk) January 27, 2015
મીડિયા રિપોર્ટ્સ મુજબ ‘બેશરમ રંગ’ ગીતને લઈને વિરોધ થયા બાદ સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મના કેટલાક સીન કટ કરવામાં આવ્યા છે અને ફિલ્મમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. પરંતુ શાહરૂખના ફેન્સ લાબાં સમયથી પઠાનના ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા. આ રાહ 10 જાન્યુઆરીએ પૂરી થવા જઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર મંગળવારે રિલીઝ થવા જઈ રહ્યું છે.