UPI Payment Fraud: જો તમે UPI થી પેમેન્ટ કરો છો તો રહો સાવધાન ! એક ભૂલથી એકાઉન્ટ થઈ જશે ખાલી, જાણો કેવી રીતે સાવચેત રહેવું

|

Aug 31, 2023 | 2:31 PM

છેતરપિંડી કરનારાઓ પૈસા મોકલવાના બહાને લોકોને છેતરે છે. UPI પેમેન્ટ આજે ઓનલાઈન પેમેન્ટ માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું પેમેન્ટ ગેટવે છે. UPIની લોકપ્રિયતાની સાથે સાથે ઓનલાઈન છેતરપિંડી પણ વધી રહી છે. ઓનલાઈન શોપિંગથી લઈને સિનેમા, ટ્રાવેલ બુકિંગ, ફળ કે શાકભાજીની ખરીદી કરવા દરેક જગ્યાએ UPI પેમેન્ટનો ઉપયોગ થઈ રહ્યો છે. તેથી સાયબર ઠગ્સે તેને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે.

UPI Payment Fraud: જો તમે UPI થી પેમેન્ટ કરો છો તો રહો સાવધાન ! એક ભૂલથી એકાઉન્ટ થઈ જશે ખાલી, જાણો કેવી રીતે સાવચેત રહેવું
UPI Fraud

Follow us on

હાલ દેશમાં મોટાભાગના નાના મોટા વ્યવહારોની ચૂકવણી યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે UPI દ્વારા કરવામાં આવે છે. ડિજિટલ પેમેન્ટ કરવાનો ટ્રેન્ડ સમગ્ર દેશમાં વધી રહ્યો છે. તેની સાથે જ દેશભરમાં UPI સંબંધિત છેતરપિંડીની (Cyber Crime) ઘટનાઓ પણ ઝડપથી વધી રહી છે. જો તમે પણ વ્યવહારો માટે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમારે સાવધાન રહેવું જોઈએ. સાયબર ઠગ્સે હવે UPI પેમેન્ટ (UPI Payment Fraud) કરનારા યુઝર્સના એકાઉન્ટ ખાલી કરવા માટે એક નવી પદ્ધતિ અપનાવી છે.

સૌથી વધુ ઉપયોગમાં લેવાતું પેમેન્ટ ગેટવે

છેતરપિંડી કરનારાઓ પૈસા મોકલવાના બહાને લોકોને છેતરે છે. UPI પેમેન્ટ આજે ઓનલાઈન પેમેન્ટ માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું પેમેન્ટ ગેટવે છે. UPIની લોકપ્રિયતાની સાથે સાથે ઓનલાઈન છેતરપિંડી પણ વધી રહી છે. ઓનલાઈન શોપિંગથી લઈને સિનેમા, ટ્રાવેલ બુકિંગ, ફળ કે શાકભાજીની ખરીદી કરવા દરેક જગ્યાએ UPI પેમેન્ટનો ઉપયોગ થઈ રહ્યો છે. તેથી સાયબર ઠગ્સે તેને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે.

ઠગ એકાઉન્ટ હેક કરીને કરે છે ચોરી

સાયબર ફ્રોડ કરનારાઓ પહેલા UPI યુઝર્સને પૈસા ટ્રાન્સફર કરે છે. પછી તેઓ યુઝરને કોલ કરે છે અને કહે છે કે તેના ખાતામાં ભૂલથી પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે. તેઓ તેમને પૈસા પાછા મોકલવાની વિનંતી કરે છે. જો કોઈ વ્યક્તિ તેમની વાતમાં ફસાઈને ફોન કરનારના નંબર પર રૂપિયા મોકલે છે, તો ઠગ તેનું એકાઉન્ટ હેક કરીને પૈસા ચોરી લે છે.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

યુઝર્સના બેંક એકાઉન્ટ હેક કરી શકે

જો પીડિત UPI એપનો ઉપયોગ કરીને રૂપિયા ચૂકવે છે, તો માલવેર સોફ્ટવેર યુઝરના ઉપકરણને અસર કરે છે. જેના કારણે સ્કેમરને બેંક અને કેવાયસી વિગતો જેવી કે PAN અને આધાર સહિત તેમના સમગ્ર ડેટાનો એક્સેસ મળે છે. આ માહિતીથી છેતરપિંડી કરનાર યુઝર્સના બેંક એકાઉન્ટ હેક કરી શકે છે અને પૈસા ઉપાડી શકે છે.

આ પણ વાંચો : Phishing Email Fraud: જો તમને આવો કોઈ ઈમેલ આવે તો રહો સાવચેત, તમારી સાથે થઈ શકે છે ફ્રોડ, જાણો કેવી રીતે બચવું

UPI છેતરપિંડીથી કેવી રીતે બચવું?

UPI છેતરપિંડીથી બચવાનો સૌથી સરળ રસ્તો એ છે કે કોઈ પણ અજાણ્યા વ્યક્તિને અંગત માહિતી ન આપવી. કોઈપણ પ્રકારની જાળમાં ફસાશો નહીં અને જો કોઈ ખોટા ટ્રાન્ઝેક્શન વિશે ફોન અથવા મેસેજ કરે છે, તો તેને રૂપિયા પાછા મોકલશો નહીં. આવા લોકોના ફોન કોલ આવે તો વાત કરશો નહીં. તમારા મોબાઈલમાં હંમેશા એન્ટી વાઈરસ સોફ્ટવેર રાખવો જોઈએ. અજાણ્યા સ્ત્રોતોમાંથી આવેલો ઈમેલ કે લિંક્સ ખોલવી નહીં.

તમારી બેંકની વિગતો, OTP, પાસવર્ડ, પીન કે કાર્ડ નંબર આપશો નહીં. ફ્રોડ થાય તો ભારત સરકારના હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરવો જોઈએ. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article