Tech News: સરકારનું મોટુ એલાન, કેન્દ્રીય મંત્રીએ કહ્યું 6G ટેક્નોલોજી પર કામ શરૂ, બીજા દેશો કરતા આગળ રહેશે ભારત

અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આપણે 6-જી ટેક્નોલોજી( 6G Technology)માં વિશ્વના અન્ય દેશો કરતા આગળ હોવા જોઈએ. નહીં તો પ્રતિભાઓનો દેશ કહેવાનો શું મતલબ. તેમણે આ વાત રવિવારે ટ્રાઈ એક્ટ 1997ના 25માં વર્ષ નિમિત્તે TDSAT સેમિનારના ઉદ્ઘાટન પ્રસંગે કહી હતી.

Tech News: સરકારનું મોટુ એલાન, કેન્દ્રીય મંત્રીએ કહ્યું 6G ટેક્નોલોજી પર કામ શરૂ, બીજા દેશો કરતા આગળ રહેશે ભારત
Union Minister For Communications Ashwini Vaishnaw
Image Credit source: PBNS
| Edited By: | Updated on: Mar 14, 2022 | 10:24 AM

કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw)રવિવારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમે 6-G પર પણ કામ શરૂ કરી દીધું છે. તેમણે દાવો કર્યો કે અમે 4-G અને 5-G પર ઘણી સારી પ્રગતિ કરી છે. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આપણે 6-જી ટેક્નોલોજી( 6G Technology)માં વિશ્વના અન્ય દેશો કરતા આગળ હોવા જોઈએ. નહીં તો પ્રતિભાઓનો દેશ કહેવાનો શું મતલબ. તેમણે આ વાત રવિવારે ટ્રાઈ એક્ટ 1997ના 25માં વર્ષ નિમિત્તે TDSAT સેમિનારના ઉદ્ઘાટન પ્રસંગે કહી હતી.

તેમણે વધુમાં કહ્યું કે, સરકાર ટેક્નોલોજીના વિકાસ માટે નિયમનકારી માળખામાં ફેરફારની તૈયારી કરી રહી છે. આપણે કાયદાકીય માળખું, નિયમનકારી અમલીકરણ માળખું અને આપણા સરકારી સંસ્થાઓની વિચારસરણી, લોકોની તાલીમ, તમામમાં પરિવર્તન લાવવાની જરૂર છે. તેમણે કહ્યું કે ઉદ્યોગો સાથે સંવાદ ભાગીદાર તરીકે થવો જોઈએ, વિરોધી તરીકે નહીં. ટેક્નોલોજીના વિકાસ માટે આપણે તેના પર સતત કામ કરતા રહેવાની અને આ ક્ષેત્રમાં વધુને વધુ સ્ટાર્ટઅપ્સને જોડવાની જરૂર છે. તેમના સંબોધનમાં તેમણે કહ્યું કે આ એકમાત્ર ક્ષેત્ર છે જે ભવિષ્યના ઉદ્યોગ સાહસિકોને જન્મ આપશે.

કેન્દ્રીય સંચાર મંત્રીએ કહ્યું કે જ્યારે 2જી અને 3જીની વાત થતી હતી ત્યારે આપણે વિશ્વના તમામ દેશોથી પાછળ હતા, પરંતુ હવે એવું નથી. આપણે 5G અને 6-G ટેક્નોલોજીના સંદર્ભમાં આગળ રહેવું પડશે. એક પ્રતિભાશાળી રાષ્ટ્ર તરીકે, આપણે એ રીતે વિચારવું પડશે કે આપણે સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરી શકીએ અને દિશા નિર્ધારિત કરી શકીએ.

તેમણે કહ્યું કે IIT-ચેન્નઈ, IIT-કાનપુર, IIT-Bombay અને IISc-બેંગ્લોર સહિત 11 સંસ્થાઓએ 14 મહિનામાં 3 કરોડ ડોલર ખર્ચીને 4G ટેક્નોલોજી વિકસાવી છે. તેમણે એ પણ માહિતી આપી હતી કે 35 ભારતીય ટેલિકોમ કંપનીઓ વિદેશી બજારોમાં તેમના ઉત્પાદનોની નિકાસ કરવાની તૈયારી કરી રહી છે. ભારતના લોકો આજે ભવિષ્યની 5G અને 6-G ટેક્નોલોજીના વિકાસ માટે ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન હેઠળના સૌથી મહત્વપૂર્ણ જૂથોનું નેતૃત્વ કરી રહ્યા છે.

આ પણ વાંચો: PM Kisan નો આગામી હપ્તો મેળવવા જલ્દી આ સરળ રીતથી કરી લો eKYC, અંતિમ તારીખ છે ખુબ નજીક

આ પણ વાંચો: Tech News: આધાર-પાન કાર્ડને તાત્કાલિક SMS દ્વારા કરો લીંક, નહીં તો લાગી શકે છે 10 હજાર રૂપિયાનો દંડ