Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan નો આગામી હપ્તો મેળવવા જલ્દી આ સરળ રીતથી કરી લો eKYC, અંતિમ તારીખ છે ખુબ નજીક

PM Kisan યોજનાનો આગામી હપ્તો મેળવવા માટે, eKYC કરવું ફરજિયાત છે. જો આ યોજનાનો લાભ મેળવનાર ખેડૂતો eKYC નહીં કરે તો તેમને 11મા હપ્તા (11th Installment)ના પૈસા નહીં મળે.

PM Kisan નો આગામી હપ્તો મેળવવા જલ્દી આ સરળ રીતથી કરી લો eKYC, અંતિમ તારીખ છે ખુબ નજીક
Symbolic Image (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 9:22 AM

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના(PM Kisan Samman Nidhi Scheme)નો આગામી હપ્તો મેળવવા માટે, eKYC કરવું ફરજિયાત છે. જો આ યોજનાનો લાભ મેળવનાર ખેડૂતો eKYC નહીં કરે તો તેમને 11મા હપ્તા (11th Installment)ના પૈસા નહીં મળે. પીએમ કિસાનમાં ઇ-કેવાયસી (eKYC)કરવાની પ્રક્રિયા 10મો હપ્તો જાહેર થાય તે પહેલા જ શરૂ થઈ ગઈ હતી, પરંતુ ટેકનિકલ ખામીઓને કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયું હતું. ત્યારપછી eKYCનું કામ થોડા દિવસો માટે બંધ કરી દેવામાં આવ્યું હતું અને સુધારણા બાદ ફરી શરૂ કરવામાં આવ્યું છે. જે ખેડૂતોએ હજુ સુધી ઈ-કેવાયસી અપડેટ કર્યું નથી, તેઓએ આ કામ તાત્કાલિક પૂર્ણ કરવું જોઈએ કારણ કે છેલ્લી તારીખ નજીક છે.

પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, જે ખેડૂતોને યોજનાનો લાભ મળી રહ્યો છે તેમના માટે ઇ-કેવાયસી જરૂરી છે. ઇ-કેવાયસી કરવા માટે, ખેડૂત પાસે આધાર નંબર અને આધારમાં આપેલ મોબાઇલ નંબર હોવો જોઈએ. જો આમાંથી કંઈ ન હોય તો તમે ઈ-કેવાયસી કરી શકશો નહીં.

જો આધારમાં આપવામાં આવેલ મોબાઈલ નંબર ખેડૂત પાસે નથી, તો તે નજીકના આધાર અથવા CSC કેન્દ્ર પર જઈને તેને અપડેટ કરી શકે છે. આ પછી ઈ-કેવાયસીની પ્રક્રિયા સરળતાથી પૂરી થઈ જશે. પીએમ કિસાનની eKYC કરાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે.

Beer at Home : ઘરે બીયર બનાવવા જાણો સ્ટેપ બાય સ્ટેપ માહિતી
છૂટાછેડા બાદ ધનશ્રી વર્માની પહેલી હોળી, જુઓ તસવીરો
IPL Youngest Captain : IPL 2025 નો સૌથી યુવા કેપ્ટન કોણ છે?
રણબીર કપૂરથી 11 વર્ષ નાની છે આલિયા ભટ્ટ, જુઓ ફોટો
દુનિયાની સૌથી મોંઘી વ્હિસ્કી કેવી રીતે બને છે, જાણો કિંમત
યુઝવેન્દ્ર ચહલ વિદેશી ટીમમાં જોડાયો, જુઓ ફોટો

પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે ઇ-કેવાયસી કરવું એકદમ સરળ છે. ખેડૂતો મોબાઈલ કે લેપટોપ દ્વારા પણ આ જાતે કરી શકે છે. અહીં અમે તમને PM કિસાન e-KYC કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા જણાવી રહ્યા છીએ.

PM કિસાનનું eKYC કેવી રીતે કરવું

  1. સૌથી પહેલા તમારે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઈટ (https://pmkisan.gov.in/) પર જવું પડશે.
  2. પેજની જમણી બાજુએ eKYC નો વિકલ્પ દેખાશે. તમારે તેના પર ક્લિક કરવું પડશે. ક્લિક કરતાં જ એક નવું પેજ ખુલશે.
  3. અહીં સૌથી પહેલા તમારે તમારો આધાર નંબર નાખવો પડશે. આ પછી જો તમે સર્ચ ઓપ્શન પર ક્લિક કરશો તો મોબાઈલ નંબર એન્ટર કરવાનો ઓપ્શન આવશે.
  4. મોબાઈલ અને આધાર નંબર નાખ્યા બાદ 4 અને 6 અંકના બે OTP આવશે. આ દાખલ કર્યા પછી, તમારે સબમિટ ફોર ઓથેન્ટિકેશન વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  5. જો બધું બરાબર ચાલે છે, તો eKYC સફળતાપૂર્વક સબમિટ થયું છે તે ટોચ પર લખવામાં આવશે. જો તે ના હોય તો Invalid લખવામાં આવશે.

પીએમ કિસાન યોજના શરૂ થયાને 3 વર્ષ થઈ ગયા છે. આ યોજના હેઠળ નોંધાયેલા ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આપવામાં આવે છે. આ પૈસા ખેડૂતોના ખાતામાં 3 હપ્તામાં આવે છે. અત્યાર સુધી ખેડૂતોને 10 હપ્તાના નાણાં મળ્યા છે. 11મા હપ્તાના 2000 રૂપિયા એપ્રિલના છેલ્લા અથવા મે મહિનામાં રિલીઝ કરવામાં આવશે.

આ પણ વાંચો: Tech News: આધાર-પાન કાર્ડને તાત્કાલિક SMS દ્વારા કરો લીંક, નહીં તો લાગી શકે છે 10 હજાર રૂપિયાનો દંડ

આ પણ વાંચો: Viral: બાળકનો આ જૂગાડ જોઈ દંગ રહી જશો, સરળ કરી દીધું સૌથી કંટાળાજનક કામ

g clip-path="url(#clip0_868_265)">