કેટલાક સરકારી અધિકારીઓએ દેશી WhatsApp એટલે કે Sandes એપ્લિકેશનનો વપરાસ શરુ કરી દીધો છે. ગયા વર્ષે ભારત સરકારે કહ્યું હતું કે તે વોટ્સએપ જેવી એક ચેટ સુવિધા પર કામ કરી રહી છે. ત્યારે હવે Sandes એપ્લિકેશન સંપૂર્ણ રીતે તૈયાર કરી દેવામાં આવી છે. મંત્રાલયના કેટલાક અધિકારીઓએ આ એપ્લિકેશનનો ઉપયોગ શરૂ કરી દીધો છે. ગવર્નમેન્ટ ઇન્સ્ટન્ટ મેસેજિંગ સિસ્ટમ એક ખૂબ જ સરળ એપ્લિકેશન છે. ગયા વર્ષે જ્યારે સરકારે તેની ઘોષણા કરી હતી, ત્યારે લોકોને લાગતું હતું તેનું નામ જીમ્સ હશે, પરંતુ હવે તેનું મૂળ નામ સામે આવ્યું છે.
જ્યારે તમે gims.gov.in પર જાઓ છો, ત્યારે તમને આ એપ વિશે માહિતી મળશે. અહીં તમને લોગીન કરવાની પ્રક્રિયા પણ બતાવવામાં આવશે. તમે તેને વિકલ્પ પર ટેપ કરીને આસાનીથી વાંચી શકો છો. હાલમાં ઓથેન્ટિકેશનની જે પદ્ધતિ છે તે ફક્ત સરકારી અધિકારીઓ માટે જ છે.
સામાન્ય પબ્લીસ માટે બાદમાં કરવામાં આવશે અવેલેબલ
રીપોર્ટ અનુસાર હમણાં વ્હોટસ એપનું આ દેશી વર્ઝન માત્ર સરકારી ઓફિસિયલ માટે જ છે. આવામાં આ એપને સામાન્ય પબ્લિક માટે ક્યારે અવેલેબલ કરવામાં આવશે તેની જાણકારી નથી આપવામાં આવી. પરંતુ જલ્દીથી જ આ થવાની સંભાવના છે.
Sandes એપ iOS અને એન્ડ્રોઇડ બંને પ્લેટફોર્મ પર કામ કરશે. જેમાં વોઈસ અને ડેટા સપોર્ટ કરશે. આ એક મોડર્ન ચેટીંગ એપ હશે. આ એપ્લિકેશનનું બેકએન્ડ આઇટી મંત્રાલય હેઠળ આવતા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા સંચાલિત છે. Sandes એપ લોન્ચનું ટાઇમિંગ એકદમ પરફેક્ટ ગણાઈ રહ્યું છે. કેમ કે વ્હોટ્સએપ પહેલાથી જ તેની પ્રાઈવસી માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. અને આવામાં લોકો નવા વિકલ્પ પણ શોધી રહ્યા છે.