Tech News: ચોરી થયેલા iPhone થઈ જશે બેકાર, કંપનીએ ભર્યું આ મોટું પગલું

|

Mar 31, 2022 | 9:29 AM

રિપોર્ટ અનુસાર, ચોરાયેલ આઇફોનનો ફરીથી ઉપયોગ કરી શકાશે નહીં. જો ચોરાયેલ આઇફોનને એપલ સ્ટોર (Apple Store)અથવા Apple ઓથોરાઇઝ્ડ સર્વિસ પ્રોવાઇડર પાસે રિપેર માટે લાવવામાં આવે છે, તો તે ડિવાઈસને રિપેર કરવામાં આવશે નહીં.

Tech News: ચોરી થયેલા iPhone થઈ જશે બેકાર, કંપનીએ ભર્યું આ મોટું પગલું
Symbolic image

Follow us on

મોંઘા આઈફોનની ચોરી કોઈપણ યુઝર માટે આઘાત સમાન છે. આવી સ્થિતિમાં, ચોરીની ઘટનાઓને રોકવા માટે, Appleએ એક નવી નીતિ શરૂ કરી છે, જેમાં ચોરાયેલા અથવા ખોવાયેલા iPhoneને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, ચોરાયેલ આઇફોનનો ફરીથી ઉપયોગ કરી શકાશે નહીં. જો ચોરાયેલ આઇફોનને એપલ સ્ટોર (Apple Store)અથવા Apple ઓથોરાઇઝ્ડ સર્વિસ પ્રોવાઇડર પાસે રિપેર માટે લાવવામાં આવે છે, તો તે ઉપકરણ રિપેર કરવામાં આવશે નહીં. કંપનીએ ચોરાયેલા અને ખોવાયેલા આઇફોન રિપેર કરવા પર પ્રતિબંધની જાહેરાત કરી છે.

શું હોય છે ડિવાઈસ રજિસ્ટ્રી

MacRumors ના અહેવાલ મુજબ, જો કોઈ Apple ડિવાઈસ ગુમ થયાની જાણ કરવામાં આવે છે, જેની ફરિયાદ GSMA ઉપકરણ રજિસ્ટ્રીમાં દાખલ કરવામાં આવે છે, તો આવા ડિવાઈસને રિપેર કરવામાં આવશે નહીં. આપને જણાવી દઈએ કે GSMA Device Registry એ એક પ્રકારનો આંતરરાષ્ટ્રીય ડેટાબેઝ છે જ્યાં એપલ ડિવાઈસના માલિકની તમામ માહિતી હાજર હોય છે અને આ ડેટાબેઝમાં ડિવાઈસની સંપૂર્ણ માહિતી ઓનલાઈન ઉપલબ્ધ હોય છે, જ્યાંથી તે જાણી શકાય છે કે ફોન ખોવાઈ ગયો છે કે ચોરાઈ ગયો છે.

ચોરીના બનાવો અટકાવવાના પ્રયાસો

આ પોલિસીની મદદથી Apple iPhoneની ચોરીની સંખ્યા ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. Appleએ અગાઉ ખોવાયેલા અથવા ચોરાયેલા iPhones રિપેર માટે અસ્વીકાર કર્યો હતો, પરંતુ આ એ સ્થિતિમાં હતું જ્યારે તેમાં Find My ફિચર હાજર ન હોય.

જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ

એપલ સેલ્ફ સર્વિસ રિપેર

એપલે તાજેતરમાં ‘સેલ્ફ સર્વિસ રિપેર’ રજૂ કર્યું છે, જે વપરાશકર્તાઓને ઓનલાઈન સ્ટોર્સ દ્વારા iPhones રિપેર કરવાની મંજૂરી આપે છે. તેની શરૂઆત iPhone 12 અને iPhone 13 લાઇનઅપ સાથે કરવામાં આવી છે. ટૂંક સમયમાં જ M1 ચિપ્સવાળા Mac કોમ્પ્યુટરને પણ આ નીતિમાં સામેલ કરવામાં આવશે. પ્લેટફોર્મમાં 5,000 થી વધુ Apple ઓથોરાઈઝ્ડ સર્વિસ પ્રોવાઈડર્સ (AASPs) અને 2,800 સ્વતંત્ર રિપેર પ્રોવાઈડર્સ છે જેમની પાસે આ ભાગો, ટૂલ્સ અને મેન્યુઅલની ઍક્સેસ છે.

આ પણ વાંચો: Tech Tips : Google Pay એ લોન્ચ કર્યું Tap to Pay ફિચર, ઓટોમેટિક થઈ જશે પેમેન્ટ, જાણો સંપૂર્ણ પ્રોસેસ

આ પણ વાંચો: નાણાકીય વર્ષના પ્રથમ 10 મહિનામાં ભારતીય કૃષિ ઉત્પાદનોની નિકાસમાં 25 ટકાનો ઉછાળો

Next Article