ગૂગલ પે (Google Pay)એ ટેપ ટુ પે (Tap to Pay) ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચર પાઈન લેબ્સ (Pine Labs) ની ભાગીદારીમાં લોન્ચ કરવામાં આવ્યું છે. તે UPI આધારિત પ્રક્રિયા છે. આ ફીચરની મદદથી UPI પેમેન્ટ કરવાનું પહેલા કરતા વધુ સરળ બની જશે. આપને જણાવી દઈએ કે અત્યાર સુધી ટેપ ટુ પે ફીચર ફક્ત કાર્ડ માટે જ ઉપલબ્ધ હતું. બધા વપરાશકર્તાઓએ ટેપ ટુ પે સુવિધા દ્વારા ચુકવણી પૂર્ણ કરવા માટે પોઈન્ટ ઓફ સેલ્સ (POS) ટર્મિનલ પર ફોનને ટેપ કરવાની જરૂર છે. આ પછી પેમેન્ટને ફોનથી ઓથેન્ટિકેશન કરાવવાનું રહેશે.
આ માટે યુઝરે UPI પિન નાખવો પડશે. આ રીતે ગૂગલ પે યુઝર્સ વર્ચ્યુઅલ પેમેન્ટ કરી શકશે. કંપની દાવો કરે છે કે ટૅપ ટુ પે સુવિધા QR કોડ સ્કેન કરવા અને UPE-લિંક્ડ મોબાઇલ નંબર દાખલ કરવા કરતાં વધુ અનુકૂળ રહેશે.
ટેપ ટુ પે સુવિધા ફક્ત UPI વપરાશકર્તાઓ માટે જ ઉપલબ્ધ હશે, જેઓ Pine લેબ્સ એન્ડ્રોઇડ POS ટર્મિનલ પર દેશભરમાં ગમે ત્યાં તેમના NFC- ઈનેબલ્ડ સ્માર્ટફોનનો ઉપયોગ કરીને ચૂકવણી કરી શકશે. આ સુવિધા રિલાયન્સ રિટેલ અને ફ્યુચર રિટેલ અને સ્ટારબક્સ મર્ચન્ટ્સ પર ઉપલબ્ધ છે.