Stock Tips Fraud: જો તમે શેરબજારમાં રોકાણ કરો છો તો રહો સાવધાન, જાણો કેવી રીતે સોશિયલ મીડિયા પર સ્ટોક ટિપ્સ આપીને કરે છે ફ્રોડ

સ્કેમર્સ એવી નાની કંપનીઓમાં રોકાણ કરવાની સલાહ આપી રહ્યા છે, જે સામાન્ય રીતે કોઈને ખબર નથી હોતી. પરંતુ આ કંપનીના શેર થોડા સમય માટે ખૂબ વધે છે. ત્યારબાદ સમય જોઈને અપરાધીઓ તેમના રૂપિયા ઉપાડી લે છે અને બહાર નીકળી જાય છે. યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર છેતરપિંડી કરનારાઓ શેરબજારના નિષ્ણાતો તરીકે ટિપ્સ આપી રહ્યા છે. રજીસ્ટ્રેશન કર્યા બાદ કયા સ્ટોકમાં રોકાણ કરવા તેના વિશે માહિતી આપવામાં આવે છે.

Stock Tips Fraud: જો તમે શેરબજારમાં રોકાણ કરો છો તો રહો સાવધાન, જાણો કેવી રીતે સોશિયલ મીડિયા પર સ્ટોક ટિપ્સ આપીને કરે છે ફ્રોડ
Stock Tips Fraud
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2023 | 1:31 PM

ઘણા લોકો નોકરી કે ધંધાની સાથે શેરબજારમાં (Stock Market) રોકાણ કરે છે. હાલ સોશિયલ મીડિયા દ્વારા જુદા-જુદા માધ્યમો દ્વારા શેર માર્કેટની ટીપ્સ (Stock Tips Fraud) આપવામાં આવે છે. ટીપ્સના આધારે લોકો કંપનીમાં રોકાણ કરે છે. તેમાં શરૂઆતમાં રોકાણ પર સારૂ રીટર્ન મળે છે, પરંતુ બાદમાં મોટી નુકશાનીનો સામનો કરવો પડે છે. સાયબર (Cyber Crime) ફ્રોડની નવી રીત સામે આવી છે, છેતરપિંડી કરનારા શેરબજારની ટીપ્સ આપીને ફ્રોડ કરી રહ્યા છે.

શેરબજારના નિષ્ણાતો તરીકે આપી રહ્યા છે ટિપ્સ

સ્કેમર્સ એવી નાની કંપનીઓમાં રોકાણ કરવાની સલાહ આપી રહ્યા છે, જે સામાન્ય રીતે કોઈને ખબર નથી હોતી. પરંતુ આ કંપનીના શેર થોડા સમય માટે ખૂબ વધે છે. ત્યારબાદ સમય જોઈને અપરાધીઓ તેમના રૂપિયા ઉપાડી લે છે અને બહાર નીકળી જાય છે. યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર આવા છેતરપિંડી કરનારાઓ શેરબજારના નિષ્ણાતો તરીકે ટિપ્સ આપી રહ્યા છે.

શરૂઆતમાં રોકાણ પર થાય છે ફાયદો

સોશિયલ મીડિયા પર રજીસ્ટ્રેશન કર્યા બાદ કયા સ્ટોકમાં રોકાણ કરવા તેના વિશે માહિતી આપવામાં આવે છે. આ ગેંગમાં સામેલ લોકો અગાઉથી નિશ્ચિત જાણકારી આપે છે. અલગ-અલગ પ્લેટફોર્મ પર એક સરખી માહિતી આપવાથી વિશ્વાસ કેળવવો સરળ બને છે. અહીં એવા શેર્સ વિશે માહિતી છે કે જેનું કોઈ ભવિષ્ય હોતું નથી. સામાન્ય લોકો વિશ્વાસ કરે છે કારણ કે કહેવાતા નિષ્ણાતો સલાહ આપે છે અને શરૂઆતમાં ફાયદો પણ થાય છે.

આજનું રાશિફળ તારીખ : 21-06-2024
ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર વાળા લોકોની લાઈફ કેટલી હોય છે?
ગરમીમાં આ 5 બિયર રૂપિયા 150 સુધીના ભાવમાં મળશે, જાણો નામ
ઘરે કુંડામાં પણ ઉગાડી શકાય છે ચા પત્તીનો છોડ, જાણી લો આ સંપૂર્ણ પ્રોસેસ
ચા પીધા પહેલા પાણી પીવું કેમ જરૂરી છે? જાણી લો
PM મોદીએ AI વીડિયો શેર કરી જે આસન કરવાની સલાહ આપી જાણો તેના ફાયદા

સસ્તા ભાવે મોટી માત્રામાં ખરીદે છે શેર

છેતરપિંડી કરનારાઓ ખૂબ જ સસ્તા ભાવે મોટી માત્રામાં આવી કંપનીઓના શેર ખરીદે છે. પછી તેઓ તેમને સોશિયલ મીડિયા પર જ બ્રાન્ડ કરે છે. જ્યારે લોકો ખરીદી કરવાનું શરૂ કરે છે, ત્યારે તેઓ બધું ક્યારે વેચવું તેના માટે સજાગ થઈ જાય છે. ત્યારબાદ તેઓ તેમના શેર વેચીને નીકળી જાય છે. કારણ કે છેતરપિંડી કરનારાઓને કંપનીઓ સાથે કોઈ લેવાદેવા નથી.

આ પણ વાંચો : Vaishno Devi Fake Website Fraud: માતા વૈષ્ણોદેવી જવા માટે ઓનલાઈન ટિકિટ ખરીદતા પહેલા રાખો સાવચેતી, તમારી સાથે થઈ શકે છેતરપિંડી

રોકાણ કરતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન

જો તમે શેરબજારમાં રોકાણ કરો છો તો તમારે ખરીદ-વેચાણ મોટા બ્રોકરેજ હાઉસીસ કે બેંક દ્વારા જ કરવું જોઈએ. NSE અને BSE  ની વેબસાઇટ પર માહિતી દરરોજ અપડેટ કરવામાં આવે છે. જો તમને અન્ય કોઈ જગ્યાએથી માહિતી મળે છે, તો તેને ચોક્કસપણે ક્રોસ ચેક કરો. તેના દ્વારા તમે આવી કોઈપણ છેતરપિંડીથી સરળતાથી બચી શકો છો. શેરબજાર જોખમોથી ભરેલું છે પરંતુ સાવધાની રાખવાથી તમે તમારી મહેનતની કમાણી ગુમાવવાથી બચાવી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">