AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaishno Devi Fake Website Fraud: માતા વૈષ્ણોદેવી જવા માટે ઓનલાઈન ટિકિટ ખરીદતા પહેલા રાખો સાવચેતી, તમારી સાથે થઈ શકે છેતરપિંડી

આજથી નવરાત્રી શરૂ થઈ છે, ત્યારે આ સમય દરમિયાન માતાના દર્શન માટે ભક્તોનો ધસારો રહે છે, તેનો ફાયદો છેતરપિડી (Cyber Crime) કરનારા લોકો ઉઠાવી રહ્યા છે. માતા વૈષ્ણોદેવીની ફેક વેબસાઇટ (Mata Vaishno Devi Fake Website Fraud) દ્વારા હેલિકોપ્ટર બુકિંગ સહિતની જુદી-જુદી સર્વિસના નામે શ્રદ્ધાળુ પાસેથી રૂપિયા પડાવી રહ્યા છે. ફ્રોડ કેસ સામે આવ્યા બાદ શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે આ બાબતે લોકોને જાગૃત રહેવા માટે અપીલ કરી છે.

Vaishno Devi Fake Website Fraud: માતા વૈષ્ણોદેવી જવા માટે ઓનલાઈન ટિકિટ ખરીદતા પહેલા રાખો સાવચેતી, તમારી સાથે થઈ શકે છેતરપિંડી
Ticket Booking Fraud
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2023 | 1:03 PM
Share

દર વર્ષે લાખો ભક્તો કટરા સ્થિત માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા માટે જાય છે. આજથી નવરાત્રી શરૂ થઈ છે, ત્યારે આ સમય દરમિયાન માતાના દર્શન માટે ભક્તોનો ધસારો રહે છે, તેનો ફાયદો છેતરપિડી (Cyber Crime) કરનારા લોકો ઉઠાવી રહ્યા છે. માતા વૈષ્ણોદેવીની ફેક વેબસાઇટ (Mata Vaishno Devi Fake Website Fraud) દ્વારા હેલિકોપ્ટર બુકિંગ સહિતની જુદી-જુદી સર્વિસના નામે શ્રદ્ધાળુ પાસેથી રૂપિયા પડાવી રહ્યા છે. ફ્રોડ કેસ સામે આવ્યા બાદ શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે આ બાબતે લોકોને જાગૃત રહેવા માટે અપીલ કરી છે.

ફેક વેબસાઈટ દ્વારા નકલી ટિકિટ બુકિંગ

ઘણા ભક્તો સાથે છેતરપિંડી થયા બાદ શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે ફેક વેબસાઈટને બ્લોક કરવા માટે જરૂરી પગલા લીધા છે. બોર્ડના સીઈઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ફેક વેબસાઈટ દ્વારા નકલી ટિકિટ બુકિંગ થઈ રહ્યુ છે., તેથી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી. તેમણે એમ પણ કહ્યું કે, શ્રાઈન બોર્ડ દ્વારા આપવામાં આવતી તમામ ઓનલાઈન સર્વિસ માત્ર શ્રાઈન બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ maavaishnodevi.org અથવા એપ પર ઉપલબ્ધ છે.

ફેક વેબસાઈટ દ્વારા હેલિકોપ્ટર ટિકિટનું વેચાણ

બોર્ડને ભક્તો તરફથી એવી ઘણી ફરિયાદો મળી છે કે, તેઓને ફેક વેબસાઈટ દ્વારા હેલિકોપ્ટર દ્વારા દર્શન માટેની નકલી ટિકિટ આપવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીર પોલીસે માતા વૈષ્ણો દેવીની યાત્રા માટે ફેક વેબસાઈટ દ્વારા હેલિકોપ્ટર ટિકિટનું વેચાણ કરીને લોકોને છેતરવાના આરોપમાં લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Cyber Crime: એક ફોન દ્વારા ખાલી થઈ શકે છે તમારૂ બેંક એકાઉન્ટ! બચવા આ ટિપ્સ કરો ફોલો

શ્રાઈન બોર્ડની ઓફિશિયલ વેબસાઈટનો ઉપયોગ કરવાની સલાહ

વરિષ્ઠ પોલીસ અધિક્ષક શૈલેન્દ્ર સિંહે શ્રદ્ધાળુઓને શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડની ઓફિશિયલ વેબસાઈટનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. આ પહેલા પણ માતા વૈષ્ણો દેવીની યાત્રા માટે હેલિકોપ્ટરની ટિકિટ દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી. દેશમા અનેક તીર્થ સ્થાનો આવેલા છે, તો જ્યારે પણ આ પ્રકારે બુકિંગ કે કોઈ સર્વિસ લેવાની થાય તો માત્ર સત્તાવાર વેબસાઈટનો ઉપયોગ કરવો જોઈએ.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
g clip-path="url(#clip0_868_265)">