હાલમાં ઘણા લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. લોકો ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે તેનો ઉપયોગ કરે છે. તેના દ્વારા પેમેન્ટ કરવા પર રિવોર્ડ પોઈન્ટ મળે છે. આ રિવોર્ડ પોઈન્ટને રિડીમ કરીને કેશબેક કે ગિફ્ટ વાઉચર્સ મળે છે. તમે રિવોર્ડ પોઈન્ટને સરળતાથી ઓનલાઈન રિડીમ કરી શકો છો. રિવોર્ડ પોઈન્ટ ગ્રાહકોને ક્રેડિટ કાર્ડનો વધુ ઉપયોગ કરે તે માટે આપવામાં આવે છે. રિવોર્ડ પોઈન્ટના (Reward Point Fraud) નામે લોકોને તેમના મોબાઈલ ફોન પર મેસેજ મોકલીને ફસાવવાના (Cyber Crime) પ્રયાસો થઈ રહ્યા છે.
બેંકના નામે લોકોને મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. આ મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તેમના ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઈન્ટ્સ એક્સપાયર થઈ જશે. મેસેજની સાથે એક લિંક છે, જેના પર ક્લિક કરવાથી પોઈન્ટ રિડીમ કરવાના નામે લોકોને લાલચ આપવામાં આવે છે. આ પ્રકારના મેસેજ સ્કેમર્સ લોકોને મોકલી રહ્યા છે.
આ મેસેજ લોકોને તેમના ફોન પર મોકલવામાં આવી રહ્યા છે, જેને વાંચીને લોકોને લાગે છે કે મેસેજ બેંક તરફથી મોકલવામાં આવ્યો છે. સાયબર ગુનેગારો ખૂબ જ ચતુરાઈથી લોકોને ફસાવે છે. આશ્ચર્યની વાત એ છે કે જે લોકો પાસે ક્રેડિટ કાર્ડ નથી તેમને પણ SMS મોકલવામાં આવી રહ્યા છે. જો તમને પણ તમારા મોબાઈલ પર આવો મેસેજ આવે તો સાવધાન રહો.
SMS માં પોઈન્ટ રિડીમ કરવા માટે એક લિંક આપવામાં આવે છે. આ લિંક પર ક્લિક કરતાની સાથે જ એક પેજ ખુલે છે, જ્યાં તમારી વિગતો પૂછવામાં આવે છે. સાયબર ગુનેગારો આ વિગતનો ઉપયોગ તમારું એકાઉન્ટ સાફ કરવા માટે કરી શકે છે. તેઓ પહેલા તમને રિવોર્ડ પોઈન્ટની લાલચ આપીને ફસાવે છે અને પછી તમારા રૂપિયાની ચોરી કરે છે.
કોઈ પણ બેંક તેમના ગ્રાહકોને આવો કોઈ મેસેજ મોકલતી નથી. સાયબર ગુનેગારો લોકોને ફસાવવા અને તેમના બેંક ખાતા ખાલી કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે. જે લોકો ક્રેડિટ કાર્ડ દ્વારા વધુ ટ્રાન્સેકશન કરે કરે છે તેમને ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પોઈન્ટ આપવામાં આવે છે. તમે આ પોઈન્ટ્સને રિડીમ કરી શકો છો, પરંતુ તે માત્ર બેંક દ્વારા આપવામાં આવેલી સત્તાવાર વેબસાઈટ પર જ કરવું જોઈએ.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો