WhatsApp પર હાઈ ક્વાલિટી ફોટો મોકલવા બનશે વધુ સરળ, જલદી જ રજુ થશે નવું ફીચર
જણાવી દઈએ કે વોટ્સએપ પર તમામ ફીચર્સ ઉપલબ્ધ હોવા છતાં પણ પિકચર્સની ગુણવત્તાને લઈને કોઈ ફીચર નથી. વોટ્સએપ દ્વારા ઈમેજ શેર કરવા પર તેની ક્વાલિટી લો થઈ જાય છે, તેથી વપરાશકર્તાઓ વોટ્સએપ દ્વારા ઈમેજ શેર કરવાનું ટાળે છે.
જો તમે પણ મેટાની લોકપ્રિય ચેટિંગ એપ વોટ્સએપનો ઉપયોગ કરો છો, તો અમે તમારા માટે એક સારા સમાચાર લઈને આવ્યા છીએ. બહુ જલદી એક મેટા આધારિત એપ તમારી એક મોટી સમસ્યાનું સમાધાન રજૂ કરવા જઈ રહી છે. લોકપ્રિય ચેટિંગ એપ વોટ્સએપે પણ આ માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. અમે અહીં વોટ્સએપ વપરાશકર્તાઓને પિક્ચર્સ મોકલતી વખતે ક્વાલિટીની સમસ્યા વિશે વાત કરી રહ્યા છીએ.
આ પણ વાંચો: વોટ્સએપમાં આવ્યુ સૌથી જબરદસ્ત ફીચર ! Status લગાડવાની મજા થશે ડબલ
જણાવી દઈએ કે વોટ્સએપ પર તમામ ફીચર્સ ઉપલબ્ધ હોવા છતાં પણ પિકચર્સની ગુણવત્તાને લઈને કોઈ ફીચર નથી. વોટ્સએપ દ્વારા ઈમેજ શેર કરવા પર તેની ક્વાલિટી લો થઈ જાય છે, તેથી વપરાશકર્તાઓ વોટ્સએપ દ્વારા ઈમેજ શેર કરવાનું ટાળે છે. તેના બદલે, વપરાશકર્તાઓ ઈમેજ શેર કરવા માટે અન્ય ચેટિંગ એપ્લિકેશન્સ પર જાય છે.
ઈમેજ મોકલતા પહેલા ક્વાલિટી પસંદ કરી શકાશે
વોટ્સએપના દરેક અપડેટ પર નજર રાખતી WABetaInfoના રિપોર્ટ અનુસાર, ટૂંક સમયમાં જ યુઝર્સ અસલ તસવીરો શેર કરી શકશે. વોટ્સએપના બીટા યુઝર્સને એન્ડ્રોઇડ – 2.23.2.11 અપડેટ હેઠળ ફોટો ક્વોલિટી પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવશે. ખાસ વાત એ છે કે જ્યારે પણ યૂઝર્સ તેમના કોન્ટેક્ટ્સને પિક્ચર્સ મોકલે છે, તો મોકલતા પહેલા તેમને ક્વોલિટીનો વિકલ્પ આપવામાં આવશે.
વોટ્સએપ પર આ વખતે સેટિંગ્સનો વિકલ્પ આવો હશે
વોટ્સએપે અગાઉ પણ પિક્ચર ક્વોલિટી માટે એક વિકલ્પ રજૂ કર્યો હતો, જેમાં યુઝર્સને પિક્ચર્સ મોકલવા અને મેળવવા માટે ત્રણ વિકલ્પો આપવામાં આવ્યા હતા. બીટા વર્ઝન 2.21.15.7માં યુઝર્સને ઓટોમેટિક, બેસ્ટ ક્વોલિટી અને ડેટા સેવર ઓપ્શન મળી રહ્યા હતા.
જો કે આ વખતે નવા બીટા વર્ઝનમાં ટોપ પર સેટિંગ બટન આપવામાં આવી રહ્યું છે. આ વિકલ્પ પર ટેપ કર્યા પછી, વપરાશકર્તાઓ ફક્ત ઓરિજિનલ ઈમેજ મોકલી શકશે. તેના નવા ફીચર સાથે, વોટ્સએપ ચેટિંગ એપ અન્ય લોકપ્રિય ચેટિંગ એપ ટેલિગ્રામને સ્પર્ધા આપશે. જો કે આ ફીચર કેટલા સમયમાં રજૂ કરવામાં આવશે તે અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.
આ ઉપરાંત હવે કંપની કોઈને બ્લોક કરવા માટે બે નવા રસ્તા લઈને આવી રહી છે. સૌથી પહેલા WhatsApp ચેટ લિસ્ટમાં કોઈપણ વ્યક્તિને બ્લોક કરવાનો વિકલ્પ આપશે. બ્લોગ સાઇટે પોતાના બ્લોગમાં લખ્યું છે કે આની મદદથી યુઝર્સ ચેટ ખોલ્યા વગર કોઈપણ કોન્ટેક્ટને બ્લોક કરી શકશે. બીજી તરફ જો કોઈ યુઝરને અજાણ્યા નંબર પરથી મેસેજ મળે છે, તો આવા કિસ્સામાં પણ યુઝર્સ ચેટને ખોલ્યા વગર બ્લોક કરી શકશે.