PF Account Fraud: જો તમારૂ PF એકાઉન્ટ છે તો સાવધાન રહો, મદદના બહાને થાય છે છેતરપિંડી, જાણો કેવી રીતે એક મહિલાએ ગુમાવ્યા રૂપિયા

|

Oct 17, 2023 | 2:25 PM

સ્કેમર્સે એક મહિલા શિક્ષક સાથે પીએફ ખાતામાંથી રૂપિયા ઉપાડવાના નામે 80000 ની છેતરપિંડી કરી છે. તેથી જો તમારૂ પણ PF એકાઉન્ટ છે તો તમારે સાવચેત રહેવું જોઈએ. મુંબઈની એક પ્રાઈવેટ સ્કૂલમાં નોકરી કરતી શિક્ષિકાએ પીએફ એકાઉન્ટ સંબંધિત મદદ અને જાણકારી માટે EPFO ઓફિસનો કસ્ટમર કેર નંબર ગૂગલ પર શોધી રહી હતી. તેને એક હેલ્પલાઈન નંબર મળ્યો હતો અને તેના પર કોલ કર્યો.

PF Account Fraud: જો તમારૂ PF એકાઉન્ટ છે તો સાવધાન રહો, મદદના બહાને થાય છે છેતરપિંડી, જાણો કેવી રીતે એક મહિલાએ ગુમાવ્યા રૂપિયા
PF Account Fraud

Follow us on

નોકરી કરતા લોકોના પગારનો અમુક ભાગ PF એકાઉન્ટમાં જમાં કરવામાં આવે છે. આ રકમ નોકરિયાત માટે ઈમરજન્સી ફંડ તરીકે ઉપયોગી છે. જરૂરિયાતના સમયે લોકો ખાતામાંથી જમા રકમમાંથી એડવાન્સ રકમ ઉપાડી શકાય છે. દેશમાં જ્યારે ઓનલાઈન છેતરપિંડીના (Cyber Crime) કેસ વધી રહ્યા છે, ત્યારે PF એકાઉન્ટમાંથી (PF Account Fraud) રૂપિયા ઉપાડવા માટે મદદના નામે લોકો સાથે ફ્રોડ થઈ રહ્યુ છે. સાયબર ગુનેગારો લોકોને છેતરવા માટે નવી નવી રીતો અપનાવી રહ્યા છે.

EPFO ઓફિસનો કસ્ટમર કેર નંબર ગૂગલ પર સર્ચ કર્યો

સ્કેમર્સે એક મહિલા શિક્ષક સાથે પીએફ ખાતામાંથી રૂપિયા ઉપાડવાના નામે 80000 ની છેતરપિંડી કરી છે. તેથી જો તમારૂ પણ PF એકાઉન્ટ છે તો તમારે સાવચેત રહેવું જોઈએ. મુંબઈની એક પ્રાઈવેટ સ્કૂલમાં નોકરી કરતી શિક્ષિકાએ પીએફ એકાઉન્ટ સંબંધિત મદદ અને જાણકારી માટે EPFO ઓફિસનો કસ્ટમર કેર નંબર ગૂગલ પર શોધી રહી હતી. તેને એક હેલ્પલાઈન નંબર મળ્યો હતો અને તેના પર કોલ કર્યો.

બેંક એકાઉન્ટમાંથી 80000 રૂપિયાની કરી છેતરપિંડી

સાયબર ગુનેગારે પોતાની ઓળખ પીએફ ઓફિસર તરીકે આપી હતી. સ્કેમર્સે તે મહિલાને એરડ્રોઇડ એપ ડાઉનલોડ કરવા માટે કહ્યું હતું. ઠગે શિક્ષિકને આ એપ પર તેની વિગતો ભરવા માટે કહ્યુ અને છેલ્લે બેંક એકાઉન્ટ નંબર અને MPIN દાખલ કરવા કહ્યું હતું. આ વિગતોની ચોરી કરીને ફ્રોડ કરનારાએ મહિલાના બેંક એકાઉન્ટમાંથી 80000 રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

આ પણ વાંચો : Vaishno Devi Fake Website Fraud: માતા વૈષ્ણોદેવી જવા માટે ઓનલાઈન ટિકિટ ખરીદતા પહેલા રાખો સાવચેતી, તમારી સાથે થઈ શકે છેતરપિંડી

ફ્રોડથી બચવા માટે આ બાબતોનું રાખો ધ્યાન

  • જો તમે કોઈપણ હેલ્પલાઈન નંબર જોઈતો હોય તો ફક્ત ઓફિશિયલ વેબસાઇટ પરથી જ મેળવો.
  • જો તમે PF એકાઉન્ટ સંબંધિત માહિતી કે જાણકારી જોઈતી હોય તો EPFOની સત્તાવાર વેબસાઇટ પરથી મેળવો અથવા તેની ઓફિસનો સંપર્ક કરો.
  • કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા મોકલવામાં આવેલ લિંક દ્વારા કોઈ એપ ડાઉનલોડ કરવી નહીં.
  • તમારા બેંક એકાઉન્ટને લગતી વિગતો કોઈની સાથે શેર કરવી નહીં.
  • તમારી પાસેથી કોઈ OTP માંગે છે, તો તેને શેર કરવો નહીં.
  • સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ કરી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article