PAN Card KYC Fraud: પાન કાર્ડમાં KYC કરવાના બહાને લોકો સાથે છેતરપિંડી, એક ભૂલથી બેંક ખાતું થઈ જશે ખાલી, જાણો કેવી રીતે રાખવી સાવચેતી

|

Sep 04, 2023 | 1:53 PM

જો તમને કોઈ છેતરપિંડી થઈ હોય તેવું જણાય તો તમારે સૌથી પહેલા જે બેંકમાં તમારૂ ખાતુ છે ત્યા જાણ કરવી જોઈએ. આ ઉપરાંત સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરો. તમારે ભારત સરકારના હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરવો જોઈએ. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.

PAN Card KYC Fraud: પાન કાર્ડમાં KYC કરવાના બહાને લોકો સાથે છેતરપિંડી, એક ભૂલથી બેંક ખાતું થઈ જશે ખાલી, જાણો કેવી રીતે રાખવી સાવચેતી
PAN Card KYC Fraud

Follow us on

PAN કાર્ડ એ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તેનો ઉપયોગ બેંક સંબંધિત કામ માટે થાય છે. ડિજિટલ વર્લ્ડમાં સાયબર ક્રાઈમ (Cyber Crime) અને છેતરપિંડીના નવા નવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. KYC અપડેટના નામે બેંક ખાતામાંથી રૂપિયા ઉપાડવામાં આવી રહ્યા છે. સ્કેમર્સ પાન કાર્ડમાં કેવાયસી (PAN Card KYC Fraud) અપડેટ કરવાના બહાને લોકો સાથે ફ્રોડ કરી રહ્યા છે. ચાલો જાણીએ કે સાયબર ગુંડાઓ કેવી રીતે કરે છે છેતરપિંડી.

સરકારી અધિકારી તરીકે ગ્રાહકોને કરે છે ફોન કોલ

ઠગ્સ બેંકર, વીમા એજન્ટ, આરોગ્ય કર્મચારી કે સરકારી અધિકારી તરીકે ગ્રાહકોને ફોન કોલ કરે છે અથવા મોબાઈલ પર મેસેજ કરે છે. ત્યારબાદ તેઓ લોકોને તેનું નામ, જન્મ તારીખ વગેરે જેવી અંગત માહિતી શેર કરવાનું કહીને તેને વેરિફાય કરવાનું કહે છે. લોકો સાથે વાત કરીને તેનો વિશ્વાસ મેળવે છે અને પછી ઘટનાને અંજામ આપવામાં આવે છે.

લોકો સાચુ માનીને ઠગને આપે છે તમામ વિગતો

સ્કેમર ફોન કરીને કહે છે કે પાન કાર્ડમાં તેની કેવાયસી વિગતો જૂની છે અને તેને તાત્કાલિક અપડેટ કરવાની જરૂર છે. લોકોને પાન કાર્ડ નંબર સહિત અન્ય વિગતો પૂછવામાં આવે છે. લોકો તેને સાચુ માનીને ઠગને તમામ વિગતો આપે છે. ત્યારબાદ સ્કેમરે તેને તેની પાન કાર્ડની વિગતો અપડેટ કરવાનું કહે છે. સ્કેમરે બેંકની મોબાઇલ એપ્લિકેશન દ્વારા તેની PAN વિગતો અને જન્મ તારીખ અપડેટ કરવાની સૂચના આપે છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

બેંક ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવામાં આવે છે

લોકો જ્યારે તમામ સૂચનાઓનું પાલન કરે છે ત્યાર પછે સ્કેમરે કહે છે કે બેંક સર્વર ધીમું હોવાને કારણે વિગતો અપડેટ કરવામાં વધારે સમય લાગી રહ્યો છે. છેતરપિંડી કરનાર વ્યક્તિ કોલ ડિસ્કનેક્ટ કરે છે. તેના થોડા સમય બાદ લોકોના બેંક ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવામાં આવે છે.

આ પણ વાંચો : Online Gaming App Fraud: રૂપિયાની લાલચ આપીને ઓનલાઈન ગેમ દ્વારા થઈ રહી છે છેતરપિંડી, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ

PAN Card ની હિસ્ટ્રી આ રીતે ચેક કરો

પાન કાર્ડની હિસ્ટ્રી જાણવા માટે તમારે ઈમેલ આઈડી, જન્મ તારીખ, મોબાઈલ નંબર અને પાન કાર્ડની જરૂર પડશે. આ પછી સંબંધિત વેબસાઇટની મુલાકાત લો. તમે માહિતી CIBIL સ્કોર દ્વારા મેળવી શકો છો. ઘણી એપ દ્વારા ફ્રીમાં CIBIL સ્કોર જાણી શકાય છે.

છેતરપિંડીથી બચવા શું કરવું

જો તમને કોઈ છેતરપિંડી થઈ હોય તેવું જણાય તો તમારે સૌથી પહેલા જે બેંકમાં તમારૂ ખાતુ છે ત્યા જાણ કરવી જોઈએ. આ ઉપરાંત સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરો. તમારે ભારત સરકારના હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરવો જોઈએ. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article